Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વેશ્વિક બજારમાં ભાવ ઉચકાતા સ્ટીલના ભાવમાં વધારો થશે : ઇનપુટ ખર્ચ વધ્યો

મોટી કંપનીઓ દ્વારા ભાવમાં ફેરફાર કરવા અંગે વિચારણા

રાજકોટ,તા.૧૧: સ્ટીલના ભાવોમાં ટૂંક સમયમાં વધારો થશે મોટી કંપનીઓ ભાવમાં ફેરફાર કરવા અંગે વિચારી રહી છે. જેએસડબ્લ્યુમાં ટનદીઠ ૭૫૦ નો વધારો થયો છે. અન્ય કંપનીઓના ભાવમાં વધારો કરવા સજ્જ બની છે.

  જાણકારોના માનવા મુજબ છેલ્લા દસ દિવસમાં આયર્ન ઓરના ભાવ વધતા વૈશ્વિક બજારમાં સ્ટીલના ભાવમાં વધારો થયો છે. આગામી દિવસોમાં વધતા જતા ભાવને કારણે ખર્ચમાં વધારો થવાની શકયતા હોવાના કારણે સ્ટીલના ભાવમાં વધારો કરાશે તેમ મનાય છે.

 સસ્તા આયાત સહિત વિવિધ પરિબળો હોવા છતાં, ઊંચા ઇનપુટ ખર્ચને કારણે આગામી દિવસોમાં ભાવમાં સુધારો થશે છેલ્લા ૧૦ દિવસમાં, લોખંડના ભાવ વધતા સ્ટીલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ૭૦ ડૉલર સુધી વધ્યા છે.

(10:03 am IST)