Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

એપ્રિલથી જાન્યુ , સુધીમાં તેલીબિયાં ખોળની નિકાસ વધીને ૨૭ લાખ ટનની નજીક પહોંચી

ઈરાનમાં સોયાબીન મિલની નિકાસમાં જબરો વધારો

નવીદિલ્હી,તા.૧૧: સોલ્વન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એસઈએ) ના આંકડા મુજબ એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન દેશની ઓઇલ મીલની નિકાસ ૭ ટકા વધી ૨૬,૯૨,૪૫૨ ટનની થઈ છે જે ગતવર્ષે આ સમયગાળામાં નિકાસ ૨૫,૧૬,૬૫૭ ટન થઇ હતી. સોયાબીન મીલની નિકાસ ઈરાન માર્કેટના ઓપનિંગ સાથે આ સમયગાળામાં જબરો વધારો થયો હતો યુ.એસ દ્વારા આર્થિક પ્રતિબંધોને પગલે, ઈરાન તેની સોયાબીન મીલની જરૂરિયાતોને પહોંચી વળવા ભારત તરફ વળ્યું હતું. તેમજ તેને ટેકો આપવા માટે ઈરાને ભારતીય ચલણમાં ચુકવણી કરવાનું સ્વીકાર્યું હતું.

(10:02 am IST)