Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મુંબઇમાં મળે છે ૨૪ કેરેટ સોનાનો આઇસ્ક્રીમ

ભાવ છે રૂ. ૧૦૦૦ : આવો આઇસ્ક્રીમ ખાવાના ફાયદા અનેક

મુંબઇ તા. ૧૧ : મુંબઇમાં ૨૪ કેરેટ સોનાનો આઇસ્ક્રીમ મળે છે અને તેનો ભાવ છે ૧૦૦૦ રૂપિયા.

આમ તો ભારતીય સંસ્કૃતિમાં સોના અને ચાંદીનું વરખ સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ તેના ખાવાથી અનેક આરોગ્ય વિષયક ફાયદા થાય છે જેને વિજ્ઞાનનું પણ સમર્થન છે. ત્યારે આવો જાણીએ આ બધાને ભાવે તેવો સોનાનો આઇસક્રીમ કયાં મળી રહ્યો છે.

મુંબઈના Hurber&Holly આઇસક્રીમ પાર્લરે ૨૪ કેરેટનો સોનાનો આઇસક્રીમ બનાવ્યો છે. તેને નામ પણ આપ્યું છે 'ધ માઇટી મિડાસ'આ આઇસક્રીમમાં ૨૪ કેરેટ ગોલ્ડ ફોઇલ ઉપરાંત ૧૭ ઇનક્રેડિબલ એલિમેન્ટ્સ નાખવામાં આવ્યા છે. કંપનીએ આ આઇસક્રીમના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આ આઇસક્રીમ પાર્લર ૩ શહેરોમાં છે. મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદ. ધ માઇટી મિડાસ નામના આ આઇસક્રીમમાં વેફલ કોન ઉપરાંત કેરમલાઇઝડ આલમન્ડ્સ, બ્રાઉની, નટી પ્રેલાઇન, હેઝલનટ બોલ્સ, ફજ, બેલ્જિયમ ચોકલેટ આઇસક્રીમ, ગોલ્ડન ચોકલેટ આઇસક્રીમ અને ટોપિંગ્સમાં ૨૪ કેરેટ ગોલ્ડ ફોઇળ ફલેકસ, પેશન ફ્રુટ અને બીજા પણ ઘણા ઇનિગ્રિડિઅન્ટ્સ ઉમેરવામાં આવે છે.

સોશિયલ મીડિયા કન્ટેન્ટનું માનીએ તો આ સોનાના આઇસક્રીમની કિંમત ૧૦૦૦ રુપિયા છે. શું તમે પણ એક આઇસક્રીમ માટે આટલા રુપિયા ખર્ચવા તૈયાર છો. તો તમે ખરા આઇસક્રીમ લવર્સ છો. આમ તો નિર્ણય તમારી પર જ છે કે આટલું મોંઘુ આઇસક્રીમ ખાવુ કે નહીં.(૨૧.૬)

(9:37 am IST)
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • વિડીયો : આજે સવારે પોરબંદરના માધૂપુર ઘેડ ગામમાં અચાનક જ એક સિંહ ઘુસી આવતા અફરાતફરી મચી ગઇ હતી : સિંહને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ગઈ હતી : બે લોકો પર સિંહે હુમલો કર્યાનું પણ જાણવા મળે છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:32 pm IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST