Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ગુજરાતમાં કોંગ્રેસ યોજશે ૫૦૦ જેટલી સભાઓ : પ્રિયંકા સહિત ૪૦ નેતાઓ આવશે

દરેક બેઠક પર બે રાષ્ટ્રીય નેતાઓની સભા યોજવા નિર્ણય

નવી દિલ્હી તા. ૧૧ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. જેમાં કોંગ્રેસ દ્વારા આઠ જેટલી વિવિધ કમિટિઓની યાદી જાહેર થઈ છે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીને લઈને કોર્ડિનેશન કમિટી, પ્રદેશ ઈલેકશન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિકસીટી કમિટી, મીડિયા કોર્ડિનેશન કમિટી, મેનીફેસ્ટો કમિટી અને ઈલેકશન મેનેજમેન્ટ કમિટીની રચના કરી છે.

જે હેઠળ ગુજરાત કોંગ્રેસ કેમ્પઇન કમિટીની પ્રથમ બેઠક આજે મળી હતી જેમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ૪૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભા માટે ગુજરાતમાં બોલાવાશે એ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં  પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ ઉપરાંત રાહુલ ગાંધી, જયોતિરાદિત્ય સિંધિયા, સચીન પાઇલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસની કેમ્પેઇન કમિટીની બેઠક બાદ ચેરમેન સિદ્ઘાર્થ પટેલે નિવેદન આપતા કહ્યું કે, લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતમાં ૫૦૦ સભાઓ કરશે, એક વિધાનસભા દીઠ ત્રણ જાહેરસભા યોજવાનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત  મહિલાઓ અને યુવાનો માટે લોકસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ વિશેષ કાર્યક્રમ યોજશે.

સિદ્ઘાર્થ પટેલે વધુમાં કહ્યું કે કેમ્પેઈનમાં પ્રચાર દરમિયાન ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર કરશે. અને કોંગ્રેસ આગામી દિવસોમાં દેશને કયાં લઈ જવા માંગે છે તે અંગે લોકોને સમજાવશે. (૨૧.૫)

(9:36 am IST)
  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST