Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સરકાર વિરુદ્ધ બોલતા અમોલ પાલેકરને અધ્ધવચ્ચેથી જ અટકાવી દેવાયા :મોડરેટરે અનેકવાર ટોક્યા

મુંબઈ :ગોલમાલ, છોટી સી બાત, બાતો બાતો મે વગેરે જેવી સુપર હિટ યાદગાર ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કરનારા અમોલ પાલેકર નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA) દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી  જ્યાં પોતાના ભાષણમાં સરકારની ટીકા કરતાં તેમને રોકવામાં આવ્યા હતાં. કાર્યક્રમના મોડરેટરે તેને આવી ટીકા કરતાં અધવચે રોકી દીધા હતાં.

  અમોલ પાલેકર જાહેર મંચ પર શનિવારે બોલી રહ્યા હતાં કે તેમણે કેન્દ્રિય સંસ્કૃતિ મિનિસ્ટ્રીના એક નિર્ણયની ટિકા કરવાનું શરૂ કરતાં કાર્યક્રમની મોડરેટરે તેમને અધવચ્ચે રોકી લીધા હતાં. તદ ઉપરાંત તેમને ભાષણ સમાપ્ત કરી દેવાનું પણ કહેવામા આવ્યું હતું.

  આ કાર્યક્રમ પ્રસિદ્ધ કલાકાર પ્રભાકર બર્વેની યાદમાં આયોજીત હતો. અમોલ તેમના ભાષણમાં બોલી રહ્યાં હતાં કે, કેવી રીતે આર્ટ ગેલેરીએ સ્વતંત્રતા ગુમાવી છે. તેમણે આના કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

અનેકવાર ટોકતા અમોલ પાલેકરે મહિલા મોડરેટરને પૂછ્યું હતું કે, તમે ઇચ્છો છો કે હું મારું ભાષણ વચ્ચે જ પૂરું જ કરી દઉં? જે અંગે મોડરેટરે તેમને પોતાનું ભાષણ પૂરું કરવા કહ્યું હતું.

(12:00 am IST)