Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

દેશના સ્માર્ટસિટીમાં અમદાવાદનો ચોથૉક્રમઃ સુરતનું પાંચમું અને વડોદરા છઠા સ્થાને

નાગપુર પ્રથમ,ભોપાલ બીજાક્રમે અને રાચી ત્રીજા નંબરે : હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી જાહેરાત

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર  દ્વારા દેશના સૌથી સ્માર્ટ સીટીના ક્રમ જાહેર કરાયા છે જેમાં ગુજરાતના અમદાવાદ ,સુરત અને વડોદરાનો ટોપ ટેનમાં સમાવેશ થયો છે સુરત શહેરને દેશના સૌથી સ્માર્ટ સીટીઓમાં પાંચમો ક્ર્મ આપવામાં આવ્યો છે.  આ જાહેરાત હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી હતી. જેમાં નાગપુર શહેર 360.21 પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે અમદાવાદને ચોથો ક્રમાક મળ્યો હતો. 265.35 પોઇન્ટ સાથે અમદાવાદ ચોથા ક્રમ પર છે. જ્યારે 223.58 ક્રમ સાથે વડોદરા છઢ્ઢા ક્રમ પર છે.

  મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી જેમાં ટોપ ટેન શહેરમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઇન સ્માર્ટ સીટી અંતર્ગત દેશના અનેક શહેરો સ્માર્ટ સીટીમાં પરિવર્તિત થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ લીસ્ટમાં 98 શહેરોને ક્રમ આપવામાં આવ્યા છે. ગુજરાતના શહેરો પણ દિવસેને દિવસે સ્માર્ટ થઇ રહ્યા છે

(12:00 am IST)
  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST