Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અમેરિકા પાસેથી ખરીદેલા 15માંથી ચાર ચિનૂક હેલિકોપ્ટર મુન્દ્રા પોર્ટ પહોંચ્યા

અમેરિકા પાસેથી ખરીદેલા 15માંથી ચાર ચિનૂક હેલિકોપ્ટર ભારતને મળ્યા છે. જેની પહેલી ખેપ આજે મુદ્રા પોર્ટ પર આવી પહોંચીછે  આ સાથે ભારત ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરનારો વિશ્વનો 19મો દેશ બન્યો છે.

  2018માં ભારતીય વાયુસેનાના ચાર પાયલોટ અને એન્જિનિયરને હેલિકોપ્ટર ઉડાવવાની ટ્રેનિંગ આપી હતી. ચિનૂક હેલિકોપ્ટર ભારતને મળતા વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે

  . ચિનૂક હેલિકોપ્ટર ઊંચાઈ પર ભારે સામાન લઈ જવામાં સક્ષમ છે. અમેરિકાની વાયુસેના છેલ્લા ઘણા સમયથી ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ દુનિયાના દેશો કરે છે.

(12:00 am IST)