Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સાચી હકીકતો આખરે બહાર આવશે : રોબર્ટ વાઢેરા

ફેસબુક પેજમાં રોબર્ટ વાઢેરાએ દાવો કર્યો

નવી દિલ્હી,તા. ૧૦ : વિદેશમાં સંપત્તિની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરીંગના આક્ષેપોમાં તપાસના સંદર્ભમાં ગયા સપ્તાહમાં સતત ત્રણ દિવસ સુધી પૂછપરછનો સામનો કરી ચુકેલા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાએ આજે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આખરે વાસ્તવિકતા લોકોની સામે આવશે.

 આજે સવારે ફેસબુક પોસ્ટ ઉપર વાઢેરાએ કહ્યું હતું કે સવારમાં તેઓ માત્ર એટલું જ કહેવા માંગે છે કે સમગ્ર રાષ્ટ્રમાંથી જે રીતે તેમને સમર્થન મળ્યું છે તેના માટે તેઓ આભાર માને છે. રોબર્ટ વાઢેરા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી છે અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા વાઢેરાના પતિ છે. શનિવારના દિવસે આઠ કલાક સુધી તેમની પૂછપરછ થઈ હતી. તે પહેલા પણ સાતમી અને આઠમી ફેબ્રુઆરીના દિવસે તેમની લાંબી પૂછપરછ થઈ હતી. ગુરુવારે સાડા પાંચ કલાક સુધી અને શુક્રવારે નવ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

 

(12:00 am IST)
  • પ્રથમ રાફેલ ભારતને સપ્ટેમ્બરમાં મળી જશે : નવી દિલ્હીઃ ભારતીય હવાઇ દળના અધિકારીનો દાવોઃ રાફેલ પ્રોગ્રામ નિયત કાર્યક્રમ મુજબ જ છેઃ પ્રથમ વિમાન સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાંસમાં ડિલીવરી મળશે અને પછી એરક્રાફટને ભારત લવાશે access_time 3:52 pm IST

  • સિરક્રીકમાં પાકિસ્તાન નેવીની હિલચાલ વધી :ભારતીય નેવી પર બાજ નજર રાખવા માટે 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ :સિયાચીન બાદ સિરક્રીકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ :નિયંત્રણ રેખા હોવા છતાં સિરક્રીક બંને દેશો વચ્ચે સંવેદનશીલ બની access_time 1:00 am IST

  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST