Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

લાંબા ઈન્તજાર બાદ ચાર ચીનુક હેલિકોપ્ટર આવ્યા

એરફોર્સની તાકાતમાં વધારો

નવી દિલ્હી, તા. ૧૦ : ઘણા વર્ષોના ઈન્તજાર બાદ ભારતીય એરફોર્સના કાફલામાં ચાર ચીનુક હેલિકોપ્ટરો સામેલ કરી દેવામાં આવ્યા છે. આજે ગુજરાતના મુંદ્રા એરપોર્ટ પર પહેલી બેચ હેઠળ ચાર ચીનુક હેલિકોપ્ટર પહોંચ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૫માં ભારતની સાથે બોઈંગ અને અમેરિકી સરકાર સાથે ૧૫ ચીનુક હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર થયો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લઈને ભારતીય સેના માટે અમેરિકી કંપની બોઈંગ પાસેથી ૪૧૬૮ કરોડ રૂપિયાની કિંમતમાં છ અપાચે યુદ્ધ હેલિકોપ્ટરો અને ૧૫ ચીનુક માલવાહક હેલિકોપ્ટરો અને અન્ય હથિયાર વ્યવસ્થા ખરીદવાને મંજુરી મળી હતી. ભારતીય સેના અને બીજા સેકટરો માટે પણ આ હેલિકોપ્ટર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અતિ આધુનિક ટેકનોલોજી આમાં રાખવામાં આવી છે.

 

 

(12:00 am IST)