Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વેલેન્ટાઈન વીકમાં ''પ્રિયા પ્રકાશ''ની આંખોએ સોશ્યલ મીડિયાને ઘેલું કર્યું :યુ ટ્યુબમાં ચાર કરોડથી વધુ વખત જોવાયું

ઇન્સ્ટાગ્રામ પર એના ચાર લાખથી વધારે ફોલોઅર્સ વધી ચુક્યા: આંખોથી પોતાના પ્રેમનો એકરાર કરતી છોકરીની અદાઓ પર લોકો આફરીન

 

મુંબઈ :સોશ્યલ મીડિયા પર એક છોકરીનો ફોટો અને વીડિયો ક્લિપ્સ વાયરલ થઇ રહ્યા છે. જે ભારે ધુમજ મચાવી રહ્યાં છે ક્લિપ્સમાં  છોકરી આંખોથી પોતાના પ્રેમનો એકરાર કરતી નજરે જોવા મળી છે. છોકરીની અદાઓ પર લોકો આફરીન થયા છે ઇન્સ્ટાગ્રામ પર એના કેટલાક કલાકોમાં ચાર લાખથી વધારે ફોલોઅર્સ વધી ચુક્યા છે. થે ટ્વિટર પર પણ એનું નામ ટોપ ટ્રેન્ડમાં બનેલો છે. યૂઝર્સ પણ ટ્વિટસ દ્વારા પોતાની દિવાનગી વ્યક્ત કરી રહ્યા છે.

 

   ફોટો અને વીડિયો ક્લિપમાં જોવા મળી રહેલી છોકરી મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર છે.18 વર્ષની પ્રિયા વારિયર કેરલની ત્રિશૂરની રહેવાસી છે. હાલમાં ત્રિશૂરની વિમલા કોલેજથી બી.કોમ કરી રહી છે.તેની ડેબ્યૂ ફિલ્મ 'Oru Adaar Love'નું ગીત 'Manikya Malaraya' ની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
    
ગીતને સ્કૂલના ટીનએજની વચ્ચે ફિલ્માવવામાં આવી છે. એને યૂ ટ્યૂબ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સાથે ટ્વિટર પર એનું મીમ બનાવીને શેર કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી ગીતને યૂ ટ્યૂબ પર પોણા ચાર કરોડથી વધારે વખત જોવામાં આવી છે.

(10:06 pm IST)