Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કલ્પસર યોજનાનો વિસ્તૃત રિપોર્ટ આ વર્ષના અંતમાં આવી જશેઃ નર્મદા યોજનાના વિકલ્પમાં જોવાય છે આ યોજનાને

કલ્પસર યોજના સૌરાષ્ટ્રનો કાયાકલ્પ કરી દયે તેવી છેઃ ગયા વર્ષે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતુ

નવી દિલ્હી : ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજય સરકાર એક વૈકલ્પીક સ્ત્રોતની શોધમાં છેઃ એવામાં આ મહત્વકાંક્ષી કલ્પસર યોજનાનો વિસ્તૃત રિપોર્ટ આ વર્ષના અંત સુધીમાં બહાર આવી જાય તેવી શકયતા છેઃ કલ્પસર યોજનાને રાજયની પાણીની જરૂરીયાતને પુરી કરવા માટે સરદાર સરોવર બંધના વિકલ્પ તરીકે જોવામાં આવે છેઃ કલ્પસર યોજના હેઠળ ખામભાટની ઘાટીમાં એક બંધ બનાવીને દરિયામાં જઇ રહેલા ૭ નદીઓના પાણીનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી રહી છેઃ આ વર્ષના અંત સુધીમાં આ યોજનાનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર થઇ જશે તેવુ મુખ્યમંત્રીના સલાહકાર નવલવાલાએ જણાવ્યુ છેઃ અત્યાર સુધીમાં ૪૩ અભ્યાસ કરવામાં આવ્યા છેઃ આ વર્ષે નર્મદા નદીની આસપાસ વરસાદ ઓછો પડતા નર્મદા ડેમમાંથી ફકત ૪પ ટકા પાણી જ મળી શકયુ છેઃ ગુજરાત સરકારે હાલમાં જ સિંચાઇ માટે પાણીની સુવિધા આપવાનો ઇન્કાર કર્યો છેઃ અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી કલ્પસર યોજનાને ફરી જીવંત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની કાયાપલટ થાય અને આ યોજના કલ્પવૃક્ષ જેવી તેવુ જણાવ્યુ હતુઃ આ માટે ચેમ્બર દ્વારા કલ્પસર યોજનાના નિષ્ણાંત ડો.કાણે કે જેમણે આ યોજના માટે ૧૯૮૦થી લડત ચલાવી છે તેમનુ વ્યાખ્યાન પણ રાખ્યુ હતુ.

(4:06 pm IST)