Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

યુ.પી.માં હોમગાર્ડ જવાનોને કમાન્ડોની ટ્રેનીંગ આપી નેપાળ બોર્ડર પર મુકાશે

૧ર૦૦ જવાનો ટ્રેનીંગ લઇ રહ્યા છે : નકસલી વિરૂધ્ધના અભિયાનમાં પણ પોલીસની સાથે જોડાશે

લખનૌ, તા. ૧ર :  ઉત્તરપ્રદેશમાં રાજય સરકાર દ્વારા ૧ર૦૦ ચુનંદા હોમગાર્ડ જવાનોને કમાન્ડોની ટ્રેનીંગ અપાઇ રહી છે. આ ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ તમામ જવાનોને નેપાળ અને યુ.પી. બોર્ડર પર ફરજ સોંપવામાં આવશે.

યુ.પી. હોમગાર્ડ વિભાગના ડી.જી. સૂર્યકુમારે જણાવ્યુ હતું કે, હવે હોમગાર્ડ જવાનો પણ કમાન્ડોની જેમ જ સ્કુર્તીલા જોવા મળશે.

હોમગાર્ડની મુખ્ય કચેરી ખાતે ટ્રેનીંગ સેન્ટરમાં હાલમાં રાજયમાંથી પસંદ કરાયેલા ૧ર૦૦ હોમગાર્ડ જવાનો કમાન્ડોની ટ્રેનીંગ લઇ રહ્યા છે.

ટ્રેનીંગ સેન્ટરમાં હોમગાર્ડ જવાનોને કમાન્ડોની ટ્રેનીંગ સાથે-સાથે આધુનિક ટેકનોલોજીની થતા સજ્જ કરાઇ છે. આ ટ્રેનીંગમાં હોમગાર્ડ જવાનોને ૩૦૩ રાયફલને બદલે એકે ૪૭ રાયફલ સહિતના અત્યાધુનિક હથિયારોની તાલીમ આપવામાં આવી રહી છે. આ ટ્રેનીંગ પૂર્ણ થયા બાદજ તમામ હોમગાર્ડ જવાનોને નેપાળ બોર્ડર અને યુ.પી. બોર્ડ પર ફરજ સોંપવામાં આવશે. તેમજ નકસલી વિરૂધ્ધ અને લૂંટારૂ ટોળકીને ઝડપી લેવાના અભિયાનમાં પોલીસ સાથે ફરજ બજાવશે.

(3:51 pm IST)