Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી હવે ચુંટણી લડશે નહિ

બીમારીના કારણે ઉમા ભારતીએ લીધો નિર્ણયઃ હવે માત્ર પ્રચાર કરશે

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, તેઓ હવે આગામી ચૂંટણી નહીં લડી શકે, ના તો મધ્ય પ્રદેશના સીએમ પદની રેસમાં રહેશે. પોતાના સંસદીય ક્ષેત્ર ઝાંસીની મુલાકાતે આવેલા ઉમા ભારતીએ કહ્યું કે, બીમારીઓના કારણે તેઓ આ નિર્ણય લઇ રહ્યા છે.  ઉમા ભારતીએ મીડિયાને કહ્યું કે, મારી કમર અને ઘૂંટણની બીમારીના કારણે હું હરી-ફરી શકતી નથી, ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. આ કારણે મેં નિર્ણય લીધો છે કે, હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું. ઝાંસીની જનતાના સ્નેહ અને પ્રેમની હું ઋણી રહીશ.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪દ્ગક લોકસભા ચૂંટણીમાં ઉમા ભારતી ઝાંસીથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. ઉમા ભારતીએ કહ્યું કે, પક્ષ માટે પ્રચાર ચાલુ રાખશે. રામમંદિરના સવાલ પર તેઓએ કહ્યું કે, કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી ચુકયો છે. જોકે, પરસ્પર સંમતિથી રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ ઉમા ભારતી બુંદેલ ખંડની પ્રભાવશાળી નેતા અને સંપૂર્ણ દેશમાં હિંદુવાદી નેતા તરીકે પોતાની ઓળખ રાખે છે.

(2:59 pm IST)