Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

બજારમા તેજી : સેંસેક્સમાં ૧૭૦ પોઇન્ટ સુધી સુધારો

નિફ્ટી ૪૭ પોઇન્ટ સુધરીને ખુલતા નવી આશાઃ એશિયન બજારો અને વૈશ્વિક બજારની ગતિવિધીઓ પર પણ હવે કારોબારીની નજર : રોકાણને લઇ વધુ સાવધાન

મુંબઇ,તા. ૧૨: શેરબજારમાં આજે તેજી સાથે કારોબારની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૭૦ પોઇન્ટ સુધરીને ૩૪૧૭૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ સુધરીને ૧૦૫૦૨ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન તેજી રહી શકે છે. કારોબારી હવે અમેરિકી અને એશિયન બજાર પર નજર રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. બિનજરૂરી આડેધડ રોકાણ કરવા ઇચ્છુક નથી.  સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં ૨.૮૪ ટકા અને સેંસેક્સમાં ૩.૦૨ ટકાનો ઘટાડો રહ્યો હતો.  શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૨૧ પોઇન્ટ ઘટીને  ૧૦૪૫૪ની સપાટીએ રહ્યો હતો. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આર્વ્યોહતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો.  ૧૨મી ફેબ્રુઆરીના દિવસે એમબીસીસી, એનએનબીસીના પરિણામ જાહેર કરાશે જ્યારે ૧૩મી ફેબ્રુઆરીના દિવસે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ, જેટએરવેઝ, નેસ્ટલે ઇન્ડિયા, સનફાર્મા, તાતા પાવરના પરિણામ જાહેર કરાશે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. ડિસેમ્બર આઈઆઈટીના આંકડા, જાન્યુઆરી સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. જાન્યુઆરી ૨૦૧૮ માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો બુધવારના દિવસે જારી કરાશે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૩.૫૮ ટકા હતો. નવેમ્બર મહિનામાં ૩.૯૩ ટકા રહ્યો હતો જ્યારે ગયા વર્ષેે ડિસેમ્બર ૨.૧ ટકા રહ્યો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે હાલમાં શેરબજારમાં ૨૦૦૦ પોઇન્ટથી વધુનો કડાડો બોલી ગયો હતો.

 

(12:44 pm IST)