Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

બાળકોને આકર્ષવા માટે બિહારમાં બની રેલવેના ડબ્બા જેવી સ્કુલ

બિહારના સમસ્તીપુરમાં બાળકો સવારે સ્કુલ જવાના સમયે રેલગાડીના ડબ્બામાં જઇને બેસી જાય છ આ ડબ્બા તેમનેકયાંય લઇ જતા નથી, પરંતુ આ જ તેમની સ્કુલ છે સમસ્તીપુરની એક સ્કુલમાં બાળકોને સ્કુલમાં આકર્ષવા માટે એને પેઇન્ટ કરવામાં નવીનતા લાવવામાં આવી છે બહારથી જુઓ તો અદલ રેલવેના ડબ્બા જ લાગે એવી ડિઝાઇન થઇ છે. આ નવીનીકરણ પછી વિદ્યાર્થીઓને પણ સ્કુલમાં મજા આવી રહી છે એટલું જ નહીં, આસપાસના લોકોમાં પણ એ આકર્ષણનું કેન્દ્ર છે .

(10:31 am IST)