Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં અડધો કલાક સુધી કરા પડયાઃ ૨નાં મોત

શિયાળુ પાકને નુકસાનઃ હજુ વરસાદ પડવાની સંભાવનાઃ ગુજરાતને પણ અસર

મુંબઇ તા. ૧૨ : મહારાષ્ટ્રમાં રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતાં કરા પડ્યા હતા, જેમાં ૨નાત્ન મોત નીપજયાં છે. વિદર્ભના જલના, બીડ, બુલઢાણા, વાશિમ, અમરાવતી અને અકોલા જિલ્લા તથા મરાઠાવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા, જેમાં ઘઉં, દ્રાક્ષ અને કાબૂલી ચણાના પાકને નુકસાન થયું છે.

આ જિલ્લાઓમાં ભારે કમોસમી વરસાદને લીધે મોટા ભાગના શિયાળુ પાકને નુકસાન થયું છે, જેની ટૂંક સમયમાં કાપણી કરવાની હતી. આ વિસ્તારોમાં જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ખાનદેશ, મરાઠાવાડા, વિદર્ભ વિસ્તારના જલનામાં અડધો કલાક સુધી કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.

મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારના જાલના જિલ્લામાં રવિવારે સવારે કરા પડ્યા બાદ સમગ્ર વિસ્તાર પર જાણે સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.

અરબી સમુદ્રમાં લો-પ્રેસરને કારણે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. આગામી દિવસોમાં ઉત્ત્।ર મહારાષ્ટ્ર, નંદુરબાદ, ધુલિયા, જલગાંવ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

ગુજરાત નજીક મહારાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડવાને લીધે રાજયમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. રાજયમાં ધુમ્મસ અને ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.(૨૧.૭)

(9:38 am IST)