Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સંઘ દેશના દુશ્મનો સામે લડવા પણ સજ્જ : સેના તૈયાર કરવા માટે RSSને માત્ર બે દિવસ લાગશે

મુઝફ્ફરપુરમાં RSSના શ્રી ભાગવતએ કહ્યું અમારા સ્વયસેવકો સેનામાં નથી, પરંતુ શિસ્તના મામલામાં સૈનિકોથી ઓછા પણ નથી

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતું કે જરૂરત પડશે તો દેશના દુશ્મનો સામે લડવાની પણ સજ્જ છીએ ભાગવતે કહ્યુ છે કે સેના છથી સાત માસમાં તૈયાર થાય છે. પરંતુ આરએસએસને માત્ર બે દિવસ લાગશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બિહારના મુઝફ્ફરપુરમાં કહ્યુ છે કે તેમના સ્વયંસેવકોને સેનામાં તો નથી.પરંતુ શિસ્તના મામલામાં સૈનિકોથી ઓછા પણ નથી.જો જરૂરિયાત પડશે તો આરએસએસ દેશના દુશ્મનો સામે લડવા માટે પણ તૈયાર છે. સંઘના સ્વયંસેવકોના વખાણ કરતા મોહન ભાગવતે કહ્યુ છે કે દેશને જો જરૂરત પડે અને ભારતનું બંધારણ તથા કાયદો મંજૂરી આપશે તો તેઓ તાત્કાલિક તૈયાર થશે.

મોહન ભાગવતજી  છઠ્ઠી ફેબ્રુઆરીથી મુઝફ્ફરપુરના પ્રવાસે છે. તેમણે શિસ્ત આરએસએસની ઓળખ હોવાનું જણાવીને કહ્યુ છે કે સંઘ મિલિટ્રી અથવા પેરા-મિલિટ્રી સંગઠન નથી.પરંતુ તેમનું સંગઠન પારિવારીક છે. સંઘની ખાસિયતનું વર્ણન કરતી વખતે ભાગવતે સેનાના તૈયાર થવામાં વિલંબની વાત કહી દેતા આશ્ચર્યની સ્થિતિ સર્જાઈ છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે આરએસએસનો ઉદેશ્ય દુનિયામાં ભારતમાતાનો જયકાર કરવાનો હોવાનું જણાવ્યું છે તેમણે ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી કૃષિના વિકાસથી જ દેશનો વિકાસ થઈ શકશે તેવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે. તેમણે ખેડૂતોને પરંપરાગત રીતરસમો સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું છે. ભાગવતે ભારતની જમીન અન્નપૂર્ણા હોવાનું જણાવ્યું છે.

(9:08 am IST)