Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ભારતીય સૈનિકોમાં તણાવનું સ્તર વધ્યું : થિંક ટેંક ધ યૂનાઈટેડ સર્વિસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંશોધનમાં ખુલાસો

માત્ર 400 સૈનિકોના નાના સમૂહ ઉપર થયેલા સંશોધનના કારણે યુએસઆઇના સેમ્પલ સાઈઝ સામે સવાલો ઉઠ્યા

નવી દિલ્હી : થિંક ટેંક ધ યૂનાઈટેડ સર્વિસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (યૂએસઆઈ)એ તાજેતરમાં થયેલા સંશોધનમાં અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ આપી હતી. તેમના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 13 લાખ સૈનિકોવાળી ભારતીય ફોઝમાં અડધાથી વધારે ગંભીર તણાવનો શિકાર છે. અધ્યનમાં કહેવામાં આવ્યું હતુ કે, ભારતીય સેના દર વર્ષે દુશ્મન અથવા આતંકવાદી હુમલાઓની સરખામણીમાં આત્મહત્યા, ભયાનક ઘટનાઓ અને અપ્રિય ઘટનાઓના કારણે વધારે સૈનિક ગુમાવી રહી છે.

 સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, બે દશકામાં ભારતીય સેનામાં તણાવનો સ્તર ખુબ જ વધારે વધ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2010થી અત્યાર સુધી સેનાના અલગ-અલગ પદો પર તૈનાત 1100 કર્મચારીઓએ આત્મહત્યા કરી છે. જો કે, સંશોધન પ્રકાશમાં આવ્યા પછી જ મીડિયાના સૂત્રોના હવાલાથી આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર 400 સૈનિકોના નાના સમૂહ ઉપર થયેલા સંશોધનના કારમે સેનાએ અધ્યયનને માન્યું નથી, જોકે, તેમને માન્યું છે કે, તણાવ એક મુદ્દો છે.

એવું કહેવામાં આવે છે કે આ અભ્યાસ સેવારત કર્નલ દ્વારા કરવામાં આવ્યો હતો અને યુએસઆઈની વેબસાઇટ પર ગયા મહિને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જોકે, આને પાછલા દિવસોમાં વેબસાઈટે હટાવી લીધો હતો. યૂએસઆઈએ એક વર્ષના શોધ પછી તે રિપોર્ટ જાહેર કર્યો હતો.

મંગળવારે 12 જાન્યુઆરીએ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાને પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં ગયા વર્ષ વિશે વાત કરી હતી અને સૈનિકોમાં તણાવના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લું વર્ષ પડકારોથી ભરેલું હતું. એક તરફ કોરોના મહામારીને પહોંચીવળવાનો પડકાર હતો તો બીજી તરફ દેશની ઉત્તરી સીમાઓ પર તણાવભરી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

આ સંશોધન પર સેના પ્રમુખે કહ્યું છે કે સૈનિકો વચ્ચેના તણાવ અંગે યુએસઆઈના અહેવાલમાં નમૂનાનું (સંશોધનમાં જવાનોની સંખ્યા) કદ ખૂબ ઓછું હતું. તેમને કહ્યું, “99 ટકા સટીકતા માટે ઓછામાં ઓછા 19,000 સેમ્પલ સાઈઝ હોવી જોઈએ. અમે સૈનિકોમાં તણાવને ઓછો કરવા માટે સતત ઉપાય અપનાવી રહ્યાં છીએ. પાછલા વર્ષોની સરખામણીમાં સૈનિકોમાં આત્મહત્યા કરવાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.”

યુએસઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કામ વગરનું તણાવ ખુબ જ વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તણાવની અસર સૈનિકોના સ્વાસ્થ્ય ઉપરાંત યુદ્ધ ક્ષમતાઓ ઉપર પણ પડી રહી છે.

 

આ વચ્ચે ચીન સાથે તણાવના મુદ્દા ઉપર પણ સેના પ્રમુખે જણાવ્યું કે, “અમે ચીન સાથે બોર્ડર પર શાંતિપૂર્ણ સમાધાનની આશા કરી રહ્યાં છીએ, પરંતુ અમે દરેક રીતની સ્થિતિને પહોંચીવળવા માટે તૈયાર છીએ.”

ભારતીય અને ચીની સેના વચ્ચે પૂર્વ લદ્દાખના મુદ્દા પર અત્યાર સુધી આઠ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. સાથે જ તેમને કહ્યું કે,પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરે છે અને ટકરાવની આશંકાઓને દૂર કરી શકાય નહીં.

કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ લદ્દાખમાં ચીને પોતાના 10 હજાર જવાનોને પાછળ હટાવી લીધા છે. જોકે, આના પર સેના પ્રમુખે કહ્યું કે, દર વર્ષે ચીનના સૈનિક ટ્રેનિંગ માટે આગળ આવે છે અને પાછળથી તેઓ પરત જતા રહે છે. તેમને જણાવ્યું કે, વિવાદવાળી જગ્યાથી કોઈપણ પાછળ હટ્યું નથી અને પૂર્વ લદ્દાખની સ્થિતિમાં કોઈ જ પરિવર્તન આવ્યો નથી.

(12:48 am IST)