Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રાજ્યમાં 1-વોર્ડ અને 1-બેઠકની ફાઇનલ સુનાવણી આવતા મંગળવારે 19 તારીખે થશે

રાજય ચૂંટણી પંચ જો ચૂંટણી ડિકલેર કરે તો પણ જે ફાઇનલ ચુકાદો આવશે તે તમામ બાબતોને બંધનકર્તા રહેશે.. આજે ફાઇનલ સુનાવણીમાં કપિલ સીબલ અને હરીન રાવલે દલીલ કરી હતી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ફાઇનલ સુનાવણી આજે હતી.જેમાં કપિલ સીબલ અને હરીન રાવલે દલીલ કરી હતી કે  5 વર્ષથી પિટિશનની સુનાવણી કોઈક કારણોસર મુલતવી રહે છે.જેમાં 2015ની ચૂંટણી યોજાઈ ગઈ અને આ વખતે પણ 2020ની રાજ્ય ચૂંટણીપંચ ફાઇનલ સુનાવણી પહેલા ચૂંટણી યોજવાની તૈયારી કરી ચુકી છે...તો અમારી પિટિશનમાં અમને ન્યાય મળી શકે નહીં.આ દલીલ સામે સુપ્રીમ કોર્ટે વર્બલ ઓર્ડરમાં ફાઇનલ સુનાવણી 19 તારીખે કરી અને 20મી સુધીમાં પૂર્ણ કરી દેવામાં  આવશે.અને રાજય ચૂંટણી પંચ જો ચૂંટણી ડિકલેર કરે તો પણ જે ફાઇનલ ચુકાદો આવશે તે તમામ બાબતોને બંધનકર્તા રહેશે..
નરેન્દ્ર રાવતે છેલ્લા 6 વર્ષથી બંધારણીય ભંગની પીટીશનની ફાઇનલ સુનાવણી હજી પણ કોઈને કારણસર કાયદાકીય રીતે વિલંબ સુપ્રીમ કોર્ટમાં થઈ રહ્યો છે.એ બાબતે મારી સખત નારાજગી છે..સુપ્રીમ કોર્ટના વલણ અને લોકશાહીમાં ન્યાયના અમારા અધિકારો સામે સુપ્રીમ કોર્ટમાં પ્રશ્નાર્થઓ સર્જ્યા છે..
સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની 2020ની ચૂંટણીઓમાં એક વૉર્ડ એક બેઠકની માગણી સાથેની કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કરેલી બે-પિટિશનની જેની સામે સુપ્રીમ કોર્ટે દ્વારા કપિલ સીબલની ધારદાર,વ્યાજબી દલીલને ધ્યાનમાં લઈ અને કેસની ગંભીરતાને જોતાં પછીઆવતા વીકમાં  કેસની સુનવણી ફિક્સ કરવામાં આવશે અને આખરી સુનાવણીકરશે..તેવો વર્બલ ઓર્ડર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા નીર્ણય આવે તેવી અપેક્ષા છે.ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ કે  દલીલ કરવાને બદલે  સુનાવણી પાછી ઠેલવવાનો પ્રયત્નને સખત શબ્દોમાં વખોડું છું.અને ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ભાજપ એક વોર્ડમાં ચાર બેઠકોની સીસ્ટમથી સહેલાઈથી ચુંટણી જીતી શકે છે.25 વર્ષની આ સિસ્ટમ ચાલુ રાખવા કોર્ટમાં કેસ ન ચાલે તેવો પ્રયત્ન કરી રહ્યા છે.જેથી ચૂંટણી જીતી શકે.તેમ અંતમાં નરેન્દ્ર રાવત પ્રદેશ પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ) એ જણાવ્યું છે

(10:22 pm IST)