Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જેક-મા ને લાગશે મોટો ઝટકો, અલીબાબા અને આંટ ગ્રુપને હસ્તગત કરી લેશે ચીન !!

ચીન સરકાર દ્વારા જેક-માના અલીબાબા અને આંટ ગ્રુપને રાષ્ટ્રીયકૃત કરવાની તૈયારી

નવી દિલ્હી : અલીબાબાના માલિક જેક-માને ચીને બીજો મોટો ઝટકો લાગશે, ચીન સરકાર અલીબાબા અને આન્ટ ગ્રુપને હસ્તગત કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર ચીન સરકાર જેક-માના અલીબાબા અને આંટ ગ્રુપને રાષ્ટ્રીયકૃત કરવાની તૈયારી કરી રહી છે. જેક-માનાં અલીબાબા અને આંટ ગ્રુપની તપાસ એવા સમયે સામે આવી છે જ્યારે ચીન દેશના ઇન્ટરનેટ ક્ષેત્રના પ્રભાવની ઝીણવટથી તપાસ કરી રહ્યું છે.

  ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ અનુસાર રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે માર્કેટ રેગ્યુલાઇઝેશન માટે પ્રશાસન અલીબાબાની તપાસ કરી રહ્યું છે. ગયા મહિને ચીને ઉદ્યોગોમાં પ્રતિસ્પર્ધી વિરોધી પ્રથાઓ પર રોક લગાવા માટે નિયમો બહાર પાડ્યા હતા, જેમ કે વેપારીઓ સાથે વિશિષ્ટ કરાર પર હસ્તાક્ષર કરવા અને હરીફોને પછાડવા માટે સબસિડીનો ઉપયોગ કરવો.

 અત્રે ઉલ્લેખનીય છે કે જેક-માએ 24 ઓક્ટોબરના રોજ શાંઘાઇમાં ચીનની અમલદારશાહી પ્રણાલીની ટીકા કરતા એક ભાષણ આપ્યું હતું, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચીનની અમલદારશાહી નવીનતાને અવરોધે છે. જેક-માએ ચીનના બેંકિંગ નિયમોને “વૃદ્ધ લોકોની ક્લબ” સાથે સરખાવ્યા હતા. જેક-માના આ નિવેદનથી ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી નારાજ થઈ હતી.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભાષણ બાદ જેક-મા સાર્વજનિક સ્થળો પર દેખાયા નથી.

(6:51 pm IST)