Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સ્‍વામી વિવેકાનંદે ભારતને તેની તાકાતનો અનુભવ કરાવ્‍યો છે, વંશવાદના ઝેરને રોકવા યુવાનો રાજકારણમાં આવેઃ રાષ્‍ટ્રીય યુવા દિવસ પ્રસંગે નરેન્‍દ્રભાઇ મોદીનું પ્રવચન

નવી દિલ્હી: રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા સંસદ સમારંભ કાર્યક્રમને સંબોધિત કર્યુ હતું. પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યુ, “સ્વામી વિવેકાનંદે ભારતને તેની તાકાતનો અનુભવ કરાવ્યો છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો આ દિવસ આપણા બધાને નવી પ્રેરણા આપે છે. આપણા સ્વતંત્ર સેનાની સ્વામી વિવેકાનંદથી ઘણા પ્રભાવિત હતા. યુવાઓમાં રાષ્ટ્રવાદની સમજ નાખવામાં સફળ રહ્યા.

પીએમ મોદીએ કહ્યુ, “આજનો આ દિવસ વિશેષ એટલા માટે પણ થઇ ગયો છે કે આ વખતે યુવા સંસદ દેશની સંસદના સેન્ટ્રલ હૉલમાં થઇ રહી છે. આ સેન્ટ્રલ હૉલ બંધારણના નિર્માણનું સાક્ષી છે.

મહત્વપૂર્ણ છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસના પ્રસંગે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. 1984માં ભારત સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો.

સ્વામી વિવેકાનંદના સહારે યુવાઓને આપ્યો સફળતાનો મંત્ર

પીએમ મોદીએ કહ્યુ, “આ સ્વામીજી જ હતા, જેમણે તે સમયમાં કહ્યુ હતું કે નિડર, બેબાક, સાફ દિલ વાળા, સાહસી અને આકાંક્ષી યુવા જ તે પાયો છે જેની પર રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ થાય છે. તે યુવાઓ પર, યુવા શક્તિ પર એટલો વિશ્વાસ કરતા હતા.

પીએમ મોદીએ આગળ કહ્યુ- સ્વામીજી કહેતા હતા, જૂના ધર્મો અનુસાર નાસ્તિક તે છે જે ઇશ્વરમાં વિશ્વાસ નથી કરતો પરંતુ નવો ધર્મ કહે છે, નાસ્તિક તે છે જે ખુદમાં વિશ્વાસ નથી કરતો.

વંશવાદ પર પીએમ મોદીનો હુમલો

પીએમ મોદીએ રાજકારણમાં વંશવાદ પર પણ ટિપ્પણી કરી હતી, તેમણે નામ લીધા વગર રાજકીય પરિવારો પર કહ્યુ, “દેશ હવે ઇમાનદારો સાથે છે, ઇમાનદારોને પોતાની તાકાત આપી રહ્યો છે. વંશવાદનું ઝેર રોકવા માટે યુવા રાજકારણમાં આવે. પહેલા દેશમાં આ ધારણા બની ગઇ હતી કે જો કોઇ યુવક રાજકારણમાં આવે છે તો પરિવારજનો કહેતા હતા કે બાળક બગડી રહ્યુ છે, કારણ કે રાજકારણનો અર્થ જ બની ગયો હતો- ઝઘડો, લૂટ, ભ્રષ્ટાચાર. લોકો કહેતા હતા કે બધુ બદલાઇ શકે છે પરંતુ રાજકારણ નથી બદલાઇ શકતુ પરંતુ આજના રાજકારણમાં ઇમાનદાર લોકોને પણ તક મળી રહી છે.

Honesty અને Performance આજના રાજકારણની પ્રથમ જરૂરી શરત બની રહી છે. ભ્રષ્ટાચાર જેમની legacy હતી, તેમનો જ ભ્રષ્ટાચાર આજે તેમની પર બોઝ બની ગયો છે. તે લાખ પ્રયાસો બાદ પણ તેમાંથી બહાર આવી શકતા નથી. પીએમ મોદીએ કહ્યુ, “કેટલાક બદલાવ બાકી છે, અને આ બદલાવ દેશના યુવાઓએ જ કરવાના છે. રાજકીય વંશવાદ, દેશ સામે આવો જ પડકાર છે જેને મૂળમાંથી ઉખાડવાનો છે. હવે માત્ર સરનેમના સહારે ચૂંટણી જીતનારાઓના દિવસ બદલવા લાગ્યા છે પરંતુ રાજકારણમાં વંશવાદનો આ રોગ પુરી રીતે સમાપ્ત નથી થયો. હજુ પણ આવા લોકો છે જેમના વિચાર, જેમનું લક્ષ્ય, બધુ પોતાના પરિવારના રાજકારણ અને રાજકારણમાં પોતાના પરિવારને બચાવવાનું છે. આ રાજકીય વંશવાદ લોકતંત્રમાં તાનાશાહી સાથે જ અક્ષમતા પણ વધારે છે. રાજકીય વંશવાદ, નેશન ફર્સ્ટની જગ્યાએ હું અને મારો પરિવારની ભાવનાને મજબૂત કરે છે. આ ભારતમાં રાજકીય અને સામાજિક કરપ્શન પણ એક મોટુ કારણ છે.

પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં સામેલ થયા હતા. સમારંભ દરમિયાન મહોત્સવના ત્રણ રાષ્ટ્રીય વિજેતાએ પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય શિક્ષણ અને કેન્દ્રીય યુવા મામલા અને રમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ હાજર રહ્યા હતા.

શું છે નેશનલ યૂથ પાર્લિયામેન્ટ ફેસ્ટિવલ?

નેશનલ યૂથ પાર્લિયામેન્ટ ફેસ્ટિવલનો અર્થ 18થી 25 વર્ષના નવ યુવાનોને પોતાની વાત કહેવા માટે સ્ટેજ આપવાનો છે જે મતદાન કરવાનો અધિકાર રાખે છે અને આવનારા વર્ષોમાં સાર્વજનિક સેવાઓ સહિત અલગ અલગ સેવાઓમાં સામેલ થશે. જેમના આઇડિયા 31 ડિસેમ્બર 2017માં વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમ મનની વાતથી આવ્યો હતો. તે બાદ પ્રથમ ફેસ્ટિવલ 12 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી 2019 સુધી ન્યૂ વોઇસ ઓફ ધ ન્યૂ ઇન્ડિયા અને ફાઇન્ડ સોલ્યૂશન્સ એન્ડ કંટ્રિબ્યૂટ ટૂ પોલિસી થીમ પર કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 88 હજાર યુવાઓએ ભાગ લીધો હતો.

(4:53 pm IST)