Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રિલાયન્‍સ જીયો દ્વારા 56 દિવસના વેલિડીટી પ્‍લાનમાં 444 રૂપિયામાં 112 જીબી ડેટાનો ફાયદો

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોની પાસે ઘણા એવા રિચાર્જ પ્લાન છે જેમાં 2 જીબી ડેટા દરરોજ ઓફર કરવામાં આવે છે. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જીયો ગ્રાહકોની જરૂરીયાતો પ્રમાણે અલગ-અલગ પ્રાઇસ કેટેગરી અને ડેટા પ્રમાણે પ્રીપેડ પ્લાન ઓફર કરતી રહે છે. કંપનીનો તે દાવો પણ છે કે બીજી ટેલિકોમ કંપનીઓ જેમ કે વોડાફોન અને એરટેલની તુલનામાં જીયોના પ્રીપેડ પેક વધુ સસ્તા છે. આજે અમે તમને જીયોના 444 રૂપિયા વાળા પ્લાનની માહિતી આપીએ, જેમાં આ ફાયદા મળે છે.

444 રૂપિયાનો પ્લાન

જીયોના 444 રૂપિયા વાળા રિચાર્જ પેકની વેલિડિટી 56 દિવસ છે. આ પેકમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 112 જીબી ડેટાનો ફાયદો ગ્રાહક મેળવી શકે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ ગ્રાહક 64Kbps સ્પીડથી ઇન્ટરનેટની મજા માણી શકે છે.

વોઇસ કોલિંગની વાત કરીએ તો હવે જીયોના આ રિચાર્જ પેકમાં દરેક નેટવર્ક પર અનલિમિડેટ વોઇસ કોલની સુવિધા મળે છે. પરંતુ IUC ચાર્જ હટ્યા પહેલા બીજા નેટવર્ક પર FUPની સાથે કોલિંગ મિનિટ્સ મળે છે. આ સિવાય અનલિમિટેડ એટલે કે 100 SMS દરરોજ પણ મળે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ 444 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં ફ્રી મળે છે.

(4:53 pm IST)