Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

'વોગ' મેગેઝીનના કવર પર કમલા હેરીસને વધુ પડતી ગોરી બતાડવા બદલ થયો વિવાદ

જે તસ્વીર માટે સહમતી થઇ હતી તેના બદલે બીજી તસ્વીર પ્રસિધ્ધ કરી

વોંશીંગ્ટનઃ મશહુર વોગ મેગેઝીનના કવર પેજ પર અમેરીકાના ચુંટાયેલ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસના ફોટા પર વિવાદ શરૂ થઇ ગયો છે. મેગેઝીને પોતાના ઓફિશ્યલ ટવીટર એકાઉન્ટ પર ફેબ્રુઆરીના આગામી એકનું કવરપેજ અપલોડ કર્યુ છે. મેગેઝીન પર આક્ષેપ છે કે તેણે કમલા હેરીસનો ફોટો વધુ ગોરો છાપ્યો છે. આક્ષેપ છે કે વોગે જે ફોટાની પરવાનગી લીધી હતી તે આ ફોટો નથી.

જો કે વોગે એક બયાનમાં કહયું છે કે તેણે હેરીસની તેમની દિનચર્યાને પ્રતિબંધીત કરનારી તસ્વીર એટલા માટે પસંદ કરી કે તેનાથી તેમનો વિશ્વસનીય અને મિલનસાર સ્વભાવ પ્રદર્શીત થાય છે. જો બાઇડન અને હેરીસના પ્રશાસનની આ એક મોટી ઓળખ છે. જો કે વોગે એ પુષ્ટી નથી કરી કે તે આ બેમાંથી કઇ તસ્વીર પ્રકાશીત કરશે કે બન્ને તસ્વીરો પ્રકાશીત કરશે. બન્ને તસ્વીરો ફોટોગ્રાફર ટાયરલ મિશને લીધેલી છે.

અમેરીકન રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પને એ રંજ છે કે તેના ચાર વર્ષના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન વોગ મેગેઝીને એક પણ વાર મેલેનીયાનો ફોર વોગના કવરપેજ પર પ્રકાશીત નહોતો કર્યો જયારે ૨૦૧૬માં મિશેલ ઓબામાનો ફોટો વોગના કવરપેજ પર છપાયો હતો.

(4:22 pm IST)