Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

CHD કેમિકલ્સએ Q3 રિઝલ્ટ્સ જાહેર કર્યાઃ નેટ પ્રોફિટ ૨૬૨% વધ્યો, EPS લગભગ ચાર ગણો થયો

ચંદીગઢ, તા.૧૧: કેમિકલ્સ અને ડાયઝ મેન્યુફેકચરીંગ, ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કરતી BSE લિસ્ટેડ કંપની CHD કેમિકલ્સ લિમિટેડ, તેના અનઓડીટેડ Q3 રિઝલ્ટ્સ જાહેર કર્યા છે. નેટ પ્રોફિટ૨૬૨% વધીને રૂ.૩૧.૭૦ લાખ, EPS વધીને રૂ.૦.૦૮ (FY20Q3) થી રૂ.૦.૩૧ (FY21Q3) થયો. QoQકમ્પેરીઝનમાં નફો ૨૮૦% અને EPS°Â.0.08 (FY21Q2) થી રૂ.૦૩૧ (FY21Q3) વધ્યો. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા કવાર્ટરનું ટર્નઓવર રૂ. ૨૦૨૩.૫૭ લાખ છે.

આ કંપની ટેકસટાઇલ ઉદ્યોગ, લેધર અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટેના ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ અને ડાઈઝ તેમજ કન્સ્ટ્રકશન કેમિકલ્સમાં સંકળાયેલ છે. કંપની વિવિધ પ્રોડકટ્સ ઓફર કરે છે, જેમાં ઓકઝીલરીઝૅં ડાયીંગ; ઇઝી કેર ફીનીશીંગ; ફીનીશીંગ; ફ્લેમ રીટાર્ડન્ટ; ઓકઝીલરીઝ;  ઓપ્ટિકલ બ્રાઈટનર; પીગમેન્ટ પ્રિન્ટિંગ; વોટર રેપેલેન્ટ; એસિડ ડાઈ; ડાયરેકટ ડાઈ; ડિજિટલ પ્રિન્ટિંગ માટે ઇન્ક; વેટ ડાઈ; એન્ટિફોમિંગ ડિટરજન્ટ અને બેઝીક કેમિકલ્સ નો સમાવેશ થાય છે.

કંપનીએ અગાઉ જાહેર કર્યું હતું કે તાજેતરમાં જ કંપનીને રૂ.૫૬ કરોડ નો એકસપોર્ટ ઓર્ડર મળ્યો. કંપની સાઉથ ઇસ્ટ એશિયાના રીઝનમાં પોતાનો બીઝનેસ વધારી કરી રહી છે અને તે જ હેતુ માટે કંપનીએ તે જ ક્ષેત્રના અગ્રણી ગ્રુપ સાથે એશોશીયેશન બનાવ્યું છે. આ ઓર્ડર કંપની માટે ગેમ ચેન્જર બની શકે છે.

આ મોટા ઓર્ડરથી કંપનીને ગ્લોબલ માર્કેટમાં તેના ફૂટબેઝ સ્થાપિત કરવામાં મદદ મળશે અને ટર્નઓવર તેમજ પ્રોફિટેબીલીટી વધારવામાં મદદ મળશે.

(4:20 pm IST)