Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઓવૈસી ઉતર પ્રદેશમાં ત્રીજો પક્ષ મજબૂત કરવા મેદાને

લખનૌ તા. ૧રઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનાર ઓલ ઇન્ડીઆ મજલિસ ઇતેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) ના પ્રમુખ અસરૂદીન ઓવૈસી હવે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવવા માટે વારાસણી, આઝમગઢ, ઉતરાંચલના પ્રવાસે પહોંચ્યા છે.

યુ.પી.માં ભાગીદારી સંકલ્પ મોર્ચાના સંયોજક ઓમ પ્રકાશ રાજભર નાના પક્ષોને એક કરવામાં લાગ્યા છે ત્યારે કહેવાય છે કે ઔવેસીનો તેમને સાથ મળી રહ્યો છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી યુ.પી.માં ત્રીજા મોર્ચાની સંભાવના વ્યકત કરી દીધી છે.

(4:19 pm IST)