Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વૃંદાવન કુંભ માટે ૭પ૦ સફાઇ કર્મચારી સંભાળશેઃ વ્યવસ્થા

૧૬ ફેબ્રુઆરીથી રપ માર્ચ દરમિયાન યોજાનાર

મથુરા તા. ૧ર :. વૃંદાવન કુંભને લઇને નગર નિગમે વ્યવસ્થા કરી છે. મેળા સ્થળને પાંચ ઝોનમાં વિભાજીત કરી ૭પ૦ સફાઇ કર્મચારીને નિયુકત કરાયા છે. ત્રણ શીફટોમાં આ કર્મચારીઓ કામ કરશે. તેઓ અઠવાડીયા અગાઉ જ સફાઇની શરૂઆત કરશે. ૧૬ ફેબ્રુઆરીથી વૃંદાવનમાં કુંભ શરૂ થશે જે રપ માર્ચ સુધી ચાલશે.

નગર નિગમે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ સેકટરોમાં પ૦ સફાઇ કર્મચારીઓ તૈનાત કરાશે. સફાઇની તમામ જવાબદારી તેમના ખંભે રહેશે. તેઓ રપ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે.

મથુરા-વૃંદાવન નગર નિગમે ૧૬પ૩ સફાઇ કમી, સફાઇ નાયક અને સફાઇ પર્યવેક્ષક સફાઇ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. પ્રવેશ દ્વારો ઉપર પણ કુંભ દરમિયાન ખાસ સફાઇ રખાશે. જે માટે પ્લાન તૈયાર કરાયો છે. જેથી શહેરની છબી સારી દેખાય શકે. ઉપરાંત સંતોનાં નિવાસના બાથરૂમ અને રસોડાનું પાણી યમુનામાં ન જાય તે માટે નાના-નાના તળાવોમાં એકત્ર કરાશે પછી તેને સીવરમાં નાખવામાં આવશે.

(4:18 pm IST)