Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

યુનોના ભારત વિરૂધ્ધ ચીનનું વધુ એક ષડયંત્ર

આતંકવાદીઓને પ્રતિબંધિત કરનારી સમિતિની અધ્યક્ષ બનતા ભારતને રોકયું

નવી દિલ્હીઃ ભારત સામે કૂટનીતિકથી માંડીને આર્થિક તથા સૈન્ય મોર્ચે સતત માત ખાઇ રહેલ ચીન પોતાની હલકી હરકતોથી બાજ નથી આવતું. ડ્રેગને હવે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની એક સબ કમિટીમાં ભારતના અધ્યક્ષ પદ સામે વાંધો ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય છે.

જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના આઘાતમાંથી ચીન હજુ બહાર નથી આવ્યું. ખરેખર તો તેના બધા પ્રયત્નો છતાં ભારત અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવામાં સફળ રહ્યું હતું. આ હાર પછી ચીન ભારતને સુરક્ષા સમિતીમાં ઘેરવાના આડા અવળા પ્રયત્નો કરતુ જ રહે છે. રાજકીય સૂત્રો અનુસાર, આ વખતે ચીને ભારતને આતંકવાદીઓ વિરૂધ્ધ પગલા લેનારી એક સબ કમિટીના અધ્યક્ષ બનતા રોકી દીધું છે.

ભારતે એક જાન્યુઆરીથી યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કર્યો હતો. ભારતને કાઉન્ટર ટેરરીઝમ કમીટી અને તાલિબાન તથા લીબીયા પ્રતિબંધ કમિટીનું અધ્યક્ષ પદ મળ્યું હતું. ચીને અત્યંત મહત્વની અલકાયદા પ્રતિબંધ કમિટીમાં ભારતની અધ્યક્ષતાને રોકી દીધી છે. આ કમિટીએ જ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ મસૂદ અઝહર, હાફીઝ સઇો અને લશ્કર-એ-તૈયાબા જેવા આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકયો હતો. યુએન એસસીમાં ચીન જ એક માત્ર એવો દેશ છે, જે ભારતને અલકાયદા પ્રતિબંધ કમિટીની અધ્યક્ષતાનો વિરોધ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીન પહેલા પણ ઘણીવાર આતંકવાદી અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં રોડા નાખી ચૂકયું હતું. ૨૦૧૯માં પુલવામાં આતંકી હુમલા પછી અમેરિકા, ફ્રાંસ, અને બ્રિટને ચીન પર દબાણ કરીને અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવી દીધો હતો.

શાહી મસ્જીદ પક્ષના વિરોધ બાદ ૧૮ મીએ શ્રી કૃષ્ણ બિરાજમાનના દાવા ઉપર નિર્ણય

મથુરા : શ્રી કૃષ્ણ બિરાજમાન દ્વારા દાખલ દાવાની અપીલ ઉપર જીલ્લા જજની કોર્ટમાં શાહી મસ્જીદ ઇદગાહ પક્ષના વિરોધ ઉપર સોમવારે નિર્ણય ન થઇ શકેલ. હવે ૧૮ મીએ કોર્ટ પોતાનો નિર્ણય આપશે.

દાવાની વિગત મુજબ શ્રી કૃષ્ણ બિરાજમાન દ્વારા રંજના અગ્નીહોત્રીના દ્વારા શ્રી કૃષ્ણ જન્મ સ્થાન ક્ષેત્ની ૧૩.૩૭ એકર જમીન ઉપર પૂર્વ તરફ કરાયેલ ડીક્રી રદ કરવાની માંગ કરાઇ છે. શાહી દરગાહના સચિવ દ્વારા દાવાની અપીલ સુનાવણી યોગ્ય ન માનવા કોર્ટને વિનંતી પત્ર અપાયેલ. દાવો રપ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સીવીલ જજ સીનીયર ડીવીઝનની કોર્ટમાં દાખલ કરાયેલ. જેની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયેલ અને દાવાને રદ કરી દીધેલ. ત્યારબાદ અપીલ જીલ્લા જજની કોર્ટમાં થઇ અને બધા પક્ષોને નોટીસ અપાયેલ.

જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પ્રબંધન, શ્રી કૃષ્ણ જન્મ સ્થાન સેવા સંસ્થાનના સચી, યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન તથા શાહી મસ્જીદ ઇદગાહના સચીવ કોર્ટમાં હાજર થયેલ. ૭ જાન્યુઆરીએ શાહી દરગાહ તરફથી દાવાની અપીલનો વિરોધ કરી રદ કરવા અંગે વિનંતીપત્ર પાઠવાયેલ.

વિનંતી પત્ર ઉપર જજ યશવંત કુમારે સુનાવણી તથા નિર્ણય માટે ૧૧ જાન્યુઆરી જાહેર કરેલ પણ ડીજીસી ક્રિમીનલ શિવરામ તરકરે જણાવેલ કે હવે ૧૮ મીએ સુનાવણી થશે. ગઇકાલે અધિવકતા ગગન વર્માના અવસાનથી શોકાવકાશનને કારણે સુનાવણી હાથ ન ધરાયેલ.

(4:17 pm IST)