Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રામ મંદિરના પાયાનું કામ જાન્યુઆરીમાં જ શરૂ થશે

નવી દિલ્હી તા. ૧રઃ રામમંદિરના પાયાનું કામ આ મહિને શરૂ થશે અને મંદિર પરિસરનું નિર્માણ સાડાત્રણ વર્ષોમાં પુરૂ થવાની આશા છે. આ વાત ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરીજી મહારાજે જણાવેલ. તેમણે કહેલ કે પાયો કેવી રીતે શરૂ કરવો તેના ઉપર નિર્ણય કરાયો છે.

ખોદકામ શરૂ થઇ ગયું છે. પણ વાસ્તવિક પાયાનું કામ હજુ ચાલુ નથી થયું.

તેમણે વધુમાં જણાવેલ કે મુખ્ય મંદિરનો કુલ ખર્ચ ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપીયા છે. જયારે સમગ્ર યોજના ૧૧૦૦ કરોડના ખર્ચે બનશે. મંદિર નિર્માણ સાડાત્રણ વર્ષમાં થશે. ૧૦૦ કરોડથી વધુનુ ધન એકત્ર થયું છે હાલ વિદેશથી દાન એકઠુ કરાયું નથી. બે મહિનામાં એફસીઆરએની સુવીધા મળ્યેથી વિદેશથી દાન લેવાશે.

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધી સમર્પણ અભિયાનના તેલંગાણાના સમાન્વયક બી.રમેશે જણાવેલ કે દાન મેળવવાના અભિયાન હેઠળ તે રાજયમાં ૩ કરોડ હીન્દુ પરિવારોનો સંપર્ક કરશે. નરેન્દ્રભાઇએ પ ઓગસ્ટના રોજ મંદિરનું ભુમિ પૂજન-શિલાન્યાસ કરેલ.

(4:15 pm IST)