Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૧૨ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, વિશ્વસ્તરે સનાતન પરંપરાનો શંખનાદ કરનાર સ્વામી વિવેકાનંદજીનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૮૬૩ની સાલમાં થયો હતો. ૧૯૮૪ની સાલથી આ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે મહર્ષિ મહેશ યોગીનો પણ  જન્મ દિવસ છે. ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ બાદ ૧૩ વર્ષ જયોતિર્મઠમાં સાધના બાદ યોગ દીક્ષા લીધી. મહેશ યોગીજીએ ભાવાતીત ધ્યાન પધ્ધતિ વિકસાવી હતી. પશ્ચિમી દુનિયામાં તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. તેમના શિષ્યોમાં ઈન્દિરા ગાંધી સહિતની વિભૂતિઓ સામેલ હતા.

આજે સંગીતકાર સી.રામચંદ્રનો જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૧૮માં થયો હતો.

 ૧૯૫૦ની સાલમાં આજના દિને ઉત્તર પ્રદેશ નામકરણ થયું હતું. યુપી પહેલા સંયુકત પ્રાંત તરીકે ઓળખાતું હતું.

 ૧૭૦૮ની સાલમાં આજના દિને શાહુજીએ મરાઠા શાસકનો તાજ ગ્રહણ કર્યો હતો.

આજે ક્રાંતિકારી સૂર્ય સેનનો શહીદ દિન છે. તેઓને ૧૯૩૪ની સાલમાં ફાંસી અપાઈ હતી. સૂર્યસેને ખુદની આર્મી સ્થાપીને અંગ્રેજોને તાકાત દેખાડી હતી.

રહસ્ય કથાઓના વિશ્વખ્યાત લેખક આગાથા ક્રિસ્ટીની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૭૬માં થયું હતું.

ફિલ્મ જગતના વિખ્યાત વિલન અભિનેતા અમરીશપુરીની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૦૫ની સાલમાં થયું હતું.

૨૦૦૮ની સાલમાં કોલકાતામાં આજના દિને આગ લાગી હતી, જેમાં ૨૫૦૦ દૂકાનો ખાખ થઈ હતી.

(4:15 pm IST)