Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ફાઈઝર-બાયોનટેક વેકસીનની લોકોમાં અસલામતી સર્જતી વાસ્તવિકતાઃ રસી માટે સરકાર કે ઉત્પાદકો જવાબદારી લેતા નથી

લાંબાગાળાની સાઈડ ઈફેકટસનો સર્વે થયો નથીઃ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે લાલ બત્તીઃ યુકે ગવર્મેન્ટની સત્તાવાર વેબસાઈટ ઉપરની માહિતી ચોંકાવનારી

લંડન, તા. ૧૨ :. યુકેમાં ઈમરજન્સી ઉપયોગ માટે જે રસીને મંજુરી આપવામાં આવી છે તે ફાઈઝર અને બાયોનટેક વેકસીન અંગે યુકે સરકારની વેબસાઈટ ઉપર જે વાસ્તવિક માહિતી આપવામાં આવી છે તેનાથી લોકોમાં અસલામતીનુ વાતાવરણ ઉભુ થઈ શકે છે. જો કે વેકસીન અંગેની ટેકનીકલ બાબતોની હકીકત જાહેર કરવામાં કોઈ ક્ષોભ, સંકોચ રખાયો નથી.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ના વર્ષમાં વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવિડ વાયરસને મ્હાત આપવા દેશ દુનિયાની સર્વોચ્ચ સત્તાઓ અને વૈજ્ઞાનિકો એકધારા પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન વાયરસના સ્ટ્રેન બદલતા રહેતા હોવાથી મેડીકલ સાઈન્ટીસ્ટો માટે ભારે અકળામણ ઉભી થઈ છે. બીજી તરફ અમેરિકા અને યુકે સહિતના રાષ્ટ્રોમાં જે રીતે કોવિડના દર્દીઓનો આંક એકધારો વધી રહ્યો છે તેને અનુલક્ષી રસીઓનું ટ્રાયલ ગાઈડલાઈન મુજબ સંપૂર્ણપણે પરિપૂર્ણ થયા પહેલા ઈમરજન્સીને ધ્યાને રાખી મંજુરી આપવી પડે તેવા સંજોગોમાં ફાઈઝર અને બાયોનટેક સહિતની રસીઓને મંજુરી આપવામાં આવી છે.

સરકારની સત્તાવાર વેબસાઈટ ઉપર ફાઈઝર અને બાયોનટેક રસી બાબતે જે લાલ બત્તી માહિતી આપવામાં આવી છે તેમા ગર્ભવતી મહિલાઓ માટે સલામત નથી અને ગર્ભવતી બનવાની યોજના બનાવતી મહિલાઓ માટે પણ ખતરારૂપ ગણાય છે. આ ઉપરાંત ઈમ્યુનીટી નબળી હોય અને જુદી જુદી એલર્જી ધરાવતા હોય તેવા લોકો માટે રસીને સલામત નથી ગણાવાય. સાથોસાથ એવો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે લાંબાગાળાની સાઈડ ઈફેકટ સંદર્ભે ટેસ્ટીંગ અને ટ્રાયલ નથી થઈ શકયા. પ્રિસક્રાઈબ્ડ દવાઓ લેતા લોકોને આ રસી લેવી હિતાવહ છે કે નથી ? તે વિશે પણ પુરો અભ્યાસ થયો નથી. આ ઉપરાંત આ રસી લેવાથી નપુસંકતા આવી શકે છે કે નહિ ? તે વિશે જાણી શકાયુ નથી તે સ્વીકારાયુ છે. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે સ્પષ્ટપણે કહેવાયુ છે કે એવુ જરૂરી નથી કે વેકસીન લીધી એટલે તમે કોવિડ-૧૯ ફ્રી થઈ ગયા !!!

સાથોસાથ રસી લીધા બાદ તમે વાયરસને ફેલાવશો નહી તેવી બાંહેધરી પણ આપવામાં આવી નથી. જો તમે બાળકને ફીડીંગ કરાવતા હો તો પણ રસી નહિ લેવા ચેતવણી આપવામાં આવી છે. ૧૬ વર્ષથી નાના કિશોર-કિશોરીઓ અને બાળકો ઉપર આ રસીનું ટ્રાયલ કરવામાં આવ્યુ નથી તેથી તેમના માટે સ્પષ્ટપણે નિષેધ ફરમાવાયો છે. રસી લીધા પછી કોઈને સાઈડ ઈફેકટ થાય કે કોઈનુ મૃત્યુ થાય તો યુકે સરકાર કે ઉત્પાદકો જવાબદાર નથી.

આ વેકસીન લેવાથી કોઈનું મોત થાય કે કોઈને નુકસાન થાય તેવા કેસમાં શું કરવું ? એ બાબતે બન્ને કંપનીઓએ પ્રોસીકયુશન પાસે સ્પષ્ટતા માંગી છે.

(4:14 pm IST)