Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

આજે સ્‍વામી વિવેકાનંદની ૧૫૮મી જન્‍મજયંતિ

શિકાગો જતા પહેલા સ્‍વામીજીએ માઉન્‍ટ આબુમાં કરી હતી સાધના

પાલી,તા. ૧૨: યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્‍વામી વિવેકાનંદની યાત્રામાં માઉન્‍ટ આબુનો પડાવ મહત્‍વનો ગણવામાં આવે છે. નખી તળાવના દક્ષિણ કિનારે આવેલ ટોડ રોક તરફ જતા માર્ગની સીડીઓ વચ્‍ચે બનેલી ચંપા ગુફામાં તેમણે લગભગ ૪ મહિના સાધના કરી હતી. માઉન્‍ટ આબુથી પાછા ફર્યા પછી તેઓ શિકાગોના ધર્મ સંમેલનમાં જોડાયા હતા. નખી તળાવથી બાજુમાં આવેલી ગુફા સ્‍વામીજીની જીવનયાત્રાની આજે પણ સાક્ષી છે.

વિવેકાનંદ ૧૮૯૧માં જ્‍યારે રાજસ્‍થાનના પ્રવાસે આવ્‍યા તો બાંદીકૂઇથી ટ્રેનમાં મુસાફરી કરીને અજમેર, બ્‍યાવર, કિશનગઢ થઇ માઉન્‍ટ આબુ પહોંચ્‍યા હતા. ધ્‍યાન અને સાધના માટે અહીંની જગ્‍યા તેમને એટલી ગમી ગઇ કે તેઓ ચાર મહિના સુધી ચંપા ગુફામાં સાધનામાં લીન રહ્યા હતા.

સ્‍વામી વિવેકાનંદને આખી દુનિયા યાદ કરે છે. લાખો-કરોડ યુવાઓએ સ્‍વામીએ દર્શાવેલા માર્ગે ચાલીને પોતાનું ભવિષ્‍ય સુધારી લીધુ પણ ચંપા ગુફા  હજુ જેમની તેમ છે. સ્‍વામીજીની જયંતિ પર સાફ સફાઇ સિવાય અહીં બીજુ કંઇ નથી થતું.

(1:24 pm IST)