Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ભાજપા દેશનો સૌથી મોટો ભંગાર પક્ષ

ચૂંટણી હાર્યા પછી ભાજપા કાર્યકતા પણ ટ્રમ્પ સમર્થકો જેવું જ કરશે : મમતા બેનર્જી

રાણાઘાટ,તા. ૧૨: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે ભાજપા પર જોરદાર નિશાન તાકયા હતા. મમતાએ ભાજપા કાર્યકરોની સરખામણી હાલમાં જ અમેરિકન સંસદ ભવન કેપીટલ હિલમાં હિંસા કરનાર ટ્રમ્પ સમર્થકો સાથે કરતા કહ્યું કે જે દિવસે ભાજપા ચુંટણી હારશે. તે દિવસે તેના સમર્થકો અને કાર્યકરો પણ આ પ્રકારનો જ વર્તાવ કરશે. નદિયા જીલ્લાના રાણાઘાટમાં રેલીને સંબોધિત કરતા મમતાએ કહ્યું કે ભાજપા દેશનો મોટો ભંગાર પક્ષ છે. તે એવી કચરા પાર્ટી છે જે બીજા પક્ષોના ભ્રષ્ટ અને બેકાર નેતાઓને પોતાના પક્ષમાં ભરી રહી છે.

(1:08 pm IST)