Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અનઅધિકૃત વસાહતમાં રહેનારાઓને પણ પીવાનું પાણી મેળવવાનો અધિકાર છે : દિલ્હી સૈનિક કો-ઓપ.હાઉસિંગ સોસાયટીના રહીશોએ કરેલી રીટ પિટિશન અનુસંધાને દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો


ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટએ આપેલા ચુકાદામાં જણાવ્યું  છે કે અનઅધિકૃત વસાહતમાં રહેનારાઓને પણ પીવાનું પાણી મેળવવાનો અધિકાર છે.તેઓ અનઅધિકૃત  સોસાયટીમાં રહેતા હોય તેથી તેમનો પીવાના પાણી મેળવવાનો અધિકાર રદ કરી શકતો નથી.

દિલ્હી સૈનિક કો-ઓપ.હાઉસિંગ સોસાયટીના રહીશોએ કરેલી રીટ પિટિશન અનુસંધાને  નામદાર કોર્ટએ ઉપરોક્ત ચુકાદો ફરમાવ્યો હતો.જેમાં જણાવાયા મુજબ દેશના દરેક નાગરિકને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મેળવવાનો બંધારણીય અધિકાર છે. જે કલમ 21 મુજબ પાયાનો બંધારણીય હક્ક છે.તેમજ તે પૂરું પાડવાની રાજ્ય સરકારની ફરજ છે.તેવો ચુકાદો સિંગલ બેન્ચના જસ્ટિસ શ્રી જયંત નાથે આપ્યો હતો.

આ સોસાયટીમાં રહેતા 53 રહીશો પૂર્વ સૈનિકો તથા તેમની વિધવાઓ છે. જેમણે 1962,1965,અને 1971 ના યુદ્ધમાં ભાગ લીધો હતો.જેઓને સરકારે રહેણાંક માટે પ્લોટ ફાળવ્યા હતા.તેમછતાં સોસાયટીને  અનઅધિકૃત ગણી પાણી, ઈલેક્ટ્રીસીટી ,રોડ ,સહિતની સુવિધાઓથી છેલ્લા 55 વર્ષથી બાકાત રાખવામાં આવ્યા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:01 pm IST)