Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોરોના વેક્સીનની પહેલી ખેપ પહોંચી દિલ્હી ગઈ :પુણેથી 13 શહેરોમાં રસીની સપ્લાઈ શરુ

પૂણે ઝોન પાંચના ડીસીપીની સુરક્ષા સાથે રસીનો જથ્થો રવાના થયો

નવી દિલ્હી : દેશવ્યાપી કોરોના વેક્સીનેશન શરૂ થવામાં હવે ફક્ત ગણતરીના દિવસો બચ્યા છે. આ વચ્ચે  રાજધાની દિલ્હીમાં કોવિશીલ્ડ વેક્સીનની પહેલી ખેપ પહોંચી ગઇ છે. વહેલી સવારે જ પુણેથી વિમાને ઉડાન ભરી હતી. પુણેના સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા દેશભરમાં કોરોના વેક્સીનની સપ્લાય શરૂ થઇ ગઇ છે, જે મુખ્ય સેન્ટર પર પહોંચી રહી છે.

દેશ જેની સૌથી આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો છે તે કોરોનાની વેક્સિનની ખેપ શરૂ થઇ ચૂકી છે. પૂણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટથી કોવિશિલ્ડ રસીની પહેલી ખેપ લઇને ટ્રક વહેલી સવારે રવાના થયો છે. પૂણે ઝોન પાંચના ડીસીપીની સુરક્ષા સાથે આ રસીનો જથ્થો રવાના થયો. ત્રણ ટ્રક ભરીને કોવિશિલ્ડ રસીની ખેપને પૂણેના ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચાડવામાં આવી. અહીથી દેશના વિભિન્ન ભાગોમાં તેને પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ. એસબી લોજિસ્ટિક નામની કંપનીને કોરોનાની રસીને ખેપ દેશના વિભિન્ન ભાગોમાં પહોંચાડવાની જવાબદારી સોંપાઇ છે. પૂણેથી આઠ વિમાન દ્વારા દેશના તેર સ્થળોએ રસીને આજે દિવસ દરમિયાન પહોંચાડાશે.

કોરોનાની રસીની પહેલી ખેપ દિલ્હી રવાના કરાઇ હતી.કોરોનાની કોવિશિલ્ડ રસીની પહેલી ખેપમાં વિલંબ થયો હતો. આમ તો સીરમ ઇન્સ્ટીટ્યૂટથી ગુરૂવારે રાતે રસીને એરલિફ્ટ કરવાની હતી. જો કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ કેન્દ્રના સત્તાવાર આદેશની રાહ જોઇ રહ્યુ હતુ. કેન્દ્રએ દસ કરોડ ડોઝ બસો રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ખરીદયા છે. માર્કેટમાં આ ડોઝ પ્રતિ હજારના ભાવે મળશે. સીરમ દર મહિને પાંચથી છ કરોડ ડોઝ તૈયાર કરી રહી છે.

(11:32 am IST)