Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો: યાદીમાં ભારત 85માં ક્રમે

સિંગાપોર બીજા, દક્ષિણ કોરિયા ત્રીજા, જર્મની ચોથા, ઈટાલી પાંચમા, ફિનલેન્ડ છઠ્ઠા, અને સ્પેન સાતમા સ્થાને

નવી દિલ્હી : પરદેશમાં જવા પહેલા વિઝાની જરૂર પડતી હોય છે. ઘણા દેશોના પરસ્પર સારા સબંધોના કારણે વિઝા ઓન એરાઈવલ એટલે કે એરપોર્ટ પર આગમન વખતે વિઝા આપવાની સુવિધા ઉભી કરવામાં આવી હોય છે. આવી સુવિધા તથા અન્ય શરતોના આધારે પાસપોર્ટની ક્ષમતા નક્કી થાય છે. આ લિસ્ટમાં ભારતનો ક્રમ 85મો છે. ભારતના નાગરિકો વિઝા વગર 58 દેશોમાં પ્રવાસ કરી શકે છે. આ વખતના લિસ્ટ પ્રમાણે ફરીથી જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે શક્તિશાળી સાબિત થયો છે.

જાપાન પ્રથમ, સિંગાપોર બીજા, દક્ષિણ કોરિયા ત્રીજા, જર્મની ચોથા, ઈટાલી પાંચમા, ફિનલેન્ડ છઠ્ઠા, સ્પેન સાતમા, લક્ઝમબર્ગ આઠમા, ડેનમાર્ક નવમાં અને ઓસ્ટ્રીયા દસમા ક્રમે છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે તે જાહેર કરવામાં આવે છે. ગત વર્ષે ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી જાહેર થયો હતો.

લિસ્ટમાં કુલ 110 દેશો છે, જેમાં સૌથી છેલ્લે અફઘાનિસ્તાન છે. પાકિસ્તાનનો ક્રમ 107મો, ચીનનો ક્રમ 75મો, નેપાળનો 104મો, શ્રીલંકાનો 100મો ક્રમ જોવા મળ્યો હતો. અમેરિકન નાગરિકોને 185 દેશોમાં પ્રવેશ મળે છે

(11:31 am IST)