Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મહારાષ્‍ટ્રમાં ‘નિર્ભયા' જેવી ઘટના : ચાલતી બસમાં યુવતી સાથે બળાત્‍કાર

બસમાં નીચે ફેંકવાની ધમકી આપી બે વાર બળાત્‍કાર ગુજાર્યો : યુવતીનું મેડિકલ કરાવ્‍યા બાદ ઘરે મોકલી આપી : પોલીસની ટીમ આરોપી ક્‍લીનરની ધરપકડ કરવા માટે નાગપુર રવાના

મુંબઇ તા. ૧૨ : મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી બળાત્‍કારનો એક હચમચાવી નાંખનારો મામલો સામે આવ્‍યો છે. જેણે દિલ્‍હીની બહુચર્ચિત નિર્ભયા કાંડની યાદને તાજી કરાવી દીધી છે. ત્‍યાં રસ્‍તા પર ચાલતી લગ્‍ઝરી બસમાં એક યુવતી સાથે બળાત્‍કારની ઘટનાને અંજામ આપવામાં આવ્‍યો છે. આરોપીએ યુવતી સાથે ન ફક્‍ત એક વાર પરંતુ ૨ વાર રેપ કર્યો અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પીડિત યુવતીએ આ સંબંધમાં પુણેના રાજનગાંવ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂણે પોલીસે ત્‍યાં ઝીરો એફઆઈઆર નોંધી તેને ઘટના સ્‍થળવાળા જનપદ વાશિમમાં માલેગાવમાં પોલીસને મોકલી આપી છે. હવે ત્‍યાંની પોલીસ આ મામલામાં કાર્યવાહી કરી રહી છે.

૨૪ વર્ષની પીડિતાએ પોલીસને જણાવ્‍યું કે આ એક પ્રાઈવેટ સ્‍લીપર કોચ બસથી પ્રવાસ કરી રહી હતી. બસ નાગપુરથી પુણે જઈ રહી હતી. આ દરમિયાન બસના ક્‍લીનરે તેને ૫ નંબરની સીટથી ઉઠાડી ૧૫ નંબરની સીટ પર બેસવાનું કહ્યું હતું. જયાં યુવતી સીફટ થઈ ગઈ તો તેની પાસે પહોંચીને તેને ચાલતી બસમાં નીચે ફેંકવાની ધમકી આપી ૨ વાર બળાત્‍કાર ગુજાર્યો હતો.

પોલીસે યુવતીની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી શરુ કરી દીધી છે. આ અંતર્ગત માલેગાંવ પોલીસે તેને બસને પૂણેથી કબ્‍જે કરી લીધી છે. જેમાં ઘટનાને અંજામ આપવામાં આવ્‍યો હતો. હવે પોલીસની ટીમ આરોપી ક્‍લીનરની ધરપકડ કરવા માટે નાગપુર રવાના થઈ છે.

માલેગાંવના પોલીસ અધિકારી પુષ્‍પલતા વાધે જાણકારી આપતા જણાવ્‍યું કે પીડિતા ગોંદિયા વિસ્‍તારની રહેવાસી છે. તે પૂણે કારેગાંમા રહેલી એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પોલીસ આ મામલાની તપાસ ઝડપથી કરી રહીછે. યુવતીનું મેડિકલ કરાવ્‍યા બાદ ઘરે મોકલી આપી છે.

(10:41 am IST)