Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોરોનાની માઠી અસર

બેંકોનું NPA ૨૫ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચશે

NPA ૧૪.૮ ટકા સુધી પહોંચી શકે છે : RBI

મુંબઇ,તા. ૧૨: બેંકો બાબતે રિઝર્વ બેંક ગંભીર ચેતવણી આપી છે. ભારતમાં બેંકોના બેડ લોન રેશીયો બેઝલાઇન સ્ટ્રેસ સિનારીયોમાં ૬૦૦ બેઝીસ પોઇન્ટ વધીને ૧૩.૫ સુધી પહોંચી શકે છે. જો મેક્રોઇકોનોમિક એનવાયમેન્ટ વધુ બગડીને સીવીયર સ્ટ્રેસ એનવાયરમેન્ટ ફેરવાશે તો ગ્રોસ એનપીએ રેશીયો વધીને ૨૦૨૧ના સપ્ટેમ્બર સુધીમાં ૧૪.૮ ટકા થઇ શકે. જે છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી વધારે હશે. રિઝર્વ બેંકે સોમવારે છ માસિક ફાઇનાન્સીયલ સ્ટેબીલીટી બહાર પાડ્યો હતો જેમાં આ વાત કહેવાઇ છે.

બેઝલાઇન સીનેરીયો હેઠળ, એ વર્ષમાં સૌથી વધારે હશે. બેંકોનો ગ્રોસ બેડ લોન રેશીયો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦માં ૭.૫ ટકા રહ્યો જ્યારે માર્ચ ૨૦૨૦માં તે ૮.૪ ટકા હતો. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર બેંકોનો આ પ્રકારનો એનપીએ રેશીયો છેલ્લે ૧૯૯૬-૯૭માં જોવા મળ્યો હતો. એ વખતે તે ૧૫.૭ ટકા હતો. ખરેખર તો કોરોના મહામારી અર્થવ્યવસ્થા પર કહેર બનીને આવી છે. તેના કારણે કેટલાય લોકોની નોકરી જતી રહી અને તેઓ બેરોજગાર થઇ ગયા. આના લીધે કેટલાય લોકો બેંકોની લોન ન ચૂકવી શકયા.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંતા દાસે સોમવારે કહ્યું હતું કે નિયમનકારી રાહતો પાછી ખેંચી લેવાથી બુક એકાઉન્ટ્સમાં સંપત્ત્િ।ના મૂલ્યમાં દ્યટાડો અને મૂડીની તંગી થઈ શકે છે. તેમણે કહ્યું કે બેંકોની ગ્રોસ એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં વધીને ૧૩.૫ ટકા થઈ શકે છે, જે એક વર્ષ અગાઉ ૭.૫ હતી.

અર્ધવાર્ષિક નાણાકીય સ્થિરતા અહેવાલની ભૂમિકામાં આરબીઆઈ ગવર્નરે લખ્યું, આપણી પ્રાથમિકતા બેંક ક્ષેત્રના નાણાકીય આરોગ્યને જાળવવાની છે. દાસે કહ્યું કે વધુ આર્થિક વૃદ્ઘિ અને આજીવિકાની પુનઃસ્થાપના તરફ કામ કરવા તરફ ધ્યાન લેવું જરૂરી છે.

શકિતકાંતા દાસે કહ્યું કે એકાઉન્ટના સ્તરે ઉપલબ્ધ ડેટા બેંકોમાં પ્રેશરનું સચોટ ચિત્ર આપતું નથી. તેમણે કહ્યું કે બેંકોએ મૂડી ઉભી કરવી જોઈએ અને વ્યવસાયિક મોડેલમાં જરૂરી ફેરફાર કરવો જોઈએ. આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે દેશમાં કોવિડ -૧૯ રોગચાળાના સંકટને કારણે સરકારના બજાર ઉધાર કાર્યક્રમના વિસ્તરણને કારણે બેંકો પર વધારાનું દબાણ આવ્યું છે.

ઘરેલું રેટિંગ એજન્સી ઇકરા રેટીંગ્સે સોમવારે જણાવ્યું હતું કે તે નાણાકીય વર્ષ ૨૦૨૨ માં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ૧૦.૧ ટકા વધવાની અપેક્ષા રાખે છે. જો કે, એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપીનું કુલ મૂલ્ય નાણાકીય વર્ષ ૨૦૨૦ માં પ્રાપ્ત કરેલા સ્તરથી થોડું વધારે હશે.

એજન્સીની પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, 'ચાલુ નાણાકીય વર્ષમાં ૭.૮ ટકાના ઘટાડા પછી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની વાસ્તવિક જીડીપી ૧૦.૧ ટકાની વૃદ્ઘિ નોંધાવી શકે છે. આર્થિક પ્રવૃત્ત્િ।ના સામાન્યકરણ, કોરોના રસીકરણની રજૂઆત અને એક વર્ષ પહેલાના નીચા આધારને કારણે આ વૃદ્ઘિ ચાલુ રહેશે.

(10:07 am IST)