Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

WHOએ આપ્યુ મોટુ નિવેદન

૨૦૨૧માં હર્ડ ઇમ્યુનિટીની સંભાવના નથી

નવી દિલ્હી,તા. ૧૨: કોરોના મહામારીના પ્રકોપની વચ્ચે WHOએ કહ્યું છે કે ૨૦૨૧માં કોરોનાની હર્ડ ઈમ્યુનિટીની કોઈ સંભાવના નથી. હર્ડ ઇમ્યુનિટી એ સ્થિતિ છે જયાં કોઈ બીમારીની સામે લડવા આબાદીના મોટો ભાગના લોકોની અંદર એન્ટીબોડી વિકસિત થઈ જાય છે. બીમારીના કારણે મોટા ભાગના નિયમો બદલી શકાય છે, આ ભાગ ૬૦ થી ૮૦ ટકાની વચ્ચે હોઈ શકે છે.

હર્ડ ઈમ્યુનિટી ૨ પ્રકારની હોઈ શકે છે. એક તો આબાદીના એક મોટા ભાગને વેકિસન આપવાથી અને બીજું આબાદીના મોટા ભાગમાં બીમારી ફેલાઈ જવાથી. જો કોરોનાની વાત કરીએ તો પહેલી રીત સુરક્ષિત છે. તેને માટે કારગર અને સુરક્ષિત વેકિસન જોઈએ. જયારે અન્ય રીત ખતરનાક છે. કેમકે લોકોને મહામારીથી બીમાર થવા  કે મરવા માટે છોડી શકાય નહીં.

હર્ડ ઈમ્યુનિટી પર પણ અસમંજસની સ્થિતિ બની રહી છે અને તેને લઈને વૈજ્ઞાનિકોએ પોતાના મત બદલ્યા છે. અમેરિકી ઇમ્યુનોલોજિસ્ટ ડોકટર એન્થોની ફૌચી પહેલા કહી રહ્યા હતા કે દુનિયાની ૬૦થી ૭૦ ટકા આબાદી જયારે સંક્રમણની ઝપેટમાં આવશે તો વાયરસની વિરુદ્ઘ હર્ડ ઈમ્યુનિટી બનશે. 

મહામારીનું રૂપ વિકરાળ થયું તો આંકડો ૭૦-૭૫ ટકા થયો. દુનિયામાં સંક્રમણથી મોતનો ગ્રાફ બેકાબૂ થયો તો આ દર ૮૦ થી ૮૫ ટકા સુધી પહોંચ્યો છે. આજે જયારે દુનિયાના અનેક દેશોમાં વાયરસમાં મ્યૂટેશનની સાથે અનેક રૂપ સામે આવ્યા તો કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ૯૦ ટકા આબાદી સંક્રમણની ઝપેટમાં આવશે તો જ હર્ડ ઈમ્યુનિટી શકય છે.

દુનિયાભરમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો પ્રકોપ લગભગ એક વર્ષથી ચાલી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ અથાગ મહેનત કર્યા બાદ અનેક વેકિસન તૈયાર કરી છે. અમેરિકા, બ્રિટન અને રશિયા સહિતના અનેક દેશોમાં લોકોએ વેકિસન શરૂ કરી છે જયારે ભારતમાં જલ્દી જ વેકસીન અભિયાન શરૂ થનારું છે. જે દેશોએ વેકિસન બનાવી છે તેમાં ચીન પણ સામેલ છે. ભારતે એક સાખે ૨ વેકિસનને મંજૂરી આપી છે. તેમાં ઓકસફર્ડની એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેકિસન સામેલ છે. દેશમાં વેકસીનેશનનો પૂર્વાભ્યાસ ચાલુ છે. ૧૬ જાન્યુઆરીથી દેશમાં વેકસીનેશન શરૂ કરાશે. 

સંયુકત રાષ્ટ્રના સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું છે કે અનેક દેશો કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારાની સાથે વેકિસનની આયાતમાં પણ બાધા અને અસાધારણ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જયારે અન્ય અનેક દેશ શરૂઆતના કવરેજને વધારવા માટે અન્ય ડોઝ આપવામાં વિલંબ કરવાનું પણ વિચારી રહ્યા છે.

(10:06 am IST)