Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

LLM ના અભ્યાસક્રમ માંથી એક વર્ષ ઘટાડવાના BCI ના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( BCI ) ને અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની સત્તા નથી

ન્યુદિલ્હી : LLM ના અભ્યાસક્રમ માંથી એક વર્ષ ઘટાડવાના BCI ના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લો સ્ટુડન્ટ તમન્ના ચંદન ચચલાનીએ પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ આવો ફેરફાર કરવાની  બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( BCI ) ને કોઈ સત્તા નથી.આ કામ માત્ર યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનનું  છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બાબત  અભ્યાસના તેના અધિકારમાં દખલ સમાન  છે અને તેની ભાવિ કારકિર્દી અને ગુણવત્તાયુક્ત શિક્ષણની પસંદગીની સ્વતંત્રતાને વિપરીત અસર કરી શકે છે.અરજદાર, તમન્નાએ   વિદેશી યુનિવર્સિટીઓમાંથી એલએલ.એમ.ને માન્યતા અપાવવાના  નિયમને પણ પડકાર્યો છે.

એડ્વોકેટ રાહુલ શ્યામ ભંડારી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે નવો નિયમ અરજકર્તાના શિક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે અને તે ભેદભાવપૂર્ણ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)