Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

એસડીએફસી બેંકની માર્કેટ મુડી સૌથી વધુ વધી : માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઈએલ હજુય પ્રથમ ક્રમાંકે

મુંબઈ, તા. ૧૨ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મુડીમાં છેલ્લા સપ્તાહમાં ઉલ્લેખનીય  વધારો થયો છે. સાત કંપનીની માર્કેટ મુડી સંયુક્ત રીતે ૩૨૦૨૦.૧૨ કરોડ રૂપિયા વધી ગઈ છે. એચડીએફસી  બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મુડીમાં સૌથી વધારે વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસ સહિત કેટલીક કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે. બીજી બાજુ ઇન્ફોસિસ, ભારતીય સ્ટેટ બેંક અને આઈટીસીની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૮૨૭૦.૩૧ કરોડ રૂપિયા વધીને ૭૦૨૮૧૨.૧૧ કરોડ થઈ ગઈ છે. આની સાથે જ રિલાયન્સની માર્કેટ મુડી ૬૬૨૪.૪૭ કરોડ રૂપિયા વધીને ૯૮૧૧૧૮.૫૩ કરોડ રૂપિયા થઈ છે.

        હિન્દુસ્તાન યુનિલીવર માર્કેટ મુડીમાં ક્રમશ વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મુડી ૫૦૪૬.૯૬ કરોડ રૂપિયા વધીને ૮૩૦૭૨૧.૬૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મુડીમાં પણ વધારો થયો છે.  જે કંપનીઓની માર્કેટ મુડી ઘટી છે તેમાં ઇન્ફોસિસ અને એસબીઆઈ તથા આઈટીસીનો સમાવેશ થાય છે. ઇન્ફોસિસની માર્કેટ મુડી ૩૩૩૬.૪૫ કરોડ ઘટીને ૩૧૪૩૯૩.૮૨ કરોડ થઈ છે. એસબીઆઈની માર્કેટ મુડી ઘટીને ૨૯૬૫૨૦.૨૨ કરોડ થઈ ગઈ છે. આઈટીસીની માર્કેટ મુડી ૫૫૩.૧ કરોડ ઘટીને ૨૯૨૫૨૮.૫૯ કરોડ થઈ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ રિલાયન્સ પ્રથમ ક્રમાંક ઉપર છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૨   : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે વધારો થયો છે.  એચડીએફસી બેંક અને રિલાયન્સ ઈન્ડ્રસ્ટીની માર્કેટ મુડીમાં વધારો થયો છે. કઈ કંપનીની માર્કેટ મુડી કેટલી વધી તે સંદર્ભમાં ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી બેંક

૮૨૭૦.૩૧

૭૦૨૮૧૨.૧૧

રિલાયન્સ

૬૬૨૪.૪૭

૯૮૧૧૧૮.૫૩

હિન્દુસ્તાન યુનિલીવર

૫૪૧૨.૦૩

૪૨૨૯૫૦.૧૬

કોટક મહિન્દ્રા

૫૦૯૨.૮૩

૩૨૧૮૫૬.૫૧

ટીસીએસ

૫૦૪૬.૯૬

૮૩૦૭૨૧.૬૯

આઈસીઆઈસીઆઈ

૯૮૫.૬૫

૩૪૯૫૧૭.૮૯

એચડીએફસી

૫૮૭.૮૭

૪૨૫૦૨૦.૦૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૨ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે જેમાં ઈન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને આઈટીસીનો સમાવેશ થાય છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. તેની માર્કેટ મૂડી અન્ય કરતા ખુબ વધી ગઈ છે. માર્કેટ મૂડી ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ઇન્ફોસીસ

૩૩૩૬.૪૫

૩૧૪૩૯૩.૮૨

ભારતીય સ્ટેટ બેંક

૧૩૩૮.૬૯

૨૯૬૫૨૦.૨૨

આઈટીસી

૫૫૩.૧

૨૯૨૫૨૮.૭૯

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:51 pm IST)