Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

વડાપ્રધાનની જાહેરાત કલકત્તા એરપોર્ટ હવે શ્‍યામપ્રસાદ મુખર્જી એરપોર્ટના નામથી ઓળખાશે

કલકત્તા: પીએમ નરેંદ્ર મોદી કલકત્તા પોર્ટ ટ્રસ્ટ ની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ હવેથી શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે. વડાપ્રધાને કહ્યું કે 'કલકત્તાનું આ પોર્ટ ભારતની ઓદ્યોગિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું પ્રતિક છે.'

પીએમ મોદીએ કહ્યું કે 'બંગાળના સપૂત, ડોક્ટર મુખર્જીએ દેશમાં ઐદ્યોગિકરણનો પાયો નાખ્યો હતો. ચિતરંજન લોકોમોટિવ ફેક્ટરી, હિન્દુસ્તાન એરક્રાફ્ટ ફેક્ટરી, સિંદરી ફર્ટિલાઇઝર કારખાના અને દામોદર વેલી કોર્પોરેશન, એવી અનેક માટા પ્રોજેક્ટના વિકાસમાં ડોક્ટર મુખર્જીનું મોટું યોગદાન છે.

વડાપ્રધાને કહ્યું કે 'માં ગંગાના સાનિધ્યમાં, ગંગાસાગરના નજીક, દેશની જળશક્તિ આ ઐતિહાસિક પ્રતિક પર, આ સમારોહનો ભાગ બનવું સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટના માધ્યમથી રાષ્ટ્રસેવા કરનારાઓમાં નમન કરું છું. તેમના સારા ભવિષ્યની કામના કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે 'કલકત્તા પોર્ટના વિસ્તાર અને આધુનિકરણ માટે આજે લાખો રૂપિયાના ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. આદિવાસીઓ પુત્રીઓની શિક્ષા અને કૌશલ વિકાસ માટે હોસ્ટેલ અને સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ થયો છે.

પીએમ મોદીએ આ અવસર પર રાજ્ય સરકર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું 'મમતા સરકારે આયુષ્માન ભારત યોજનાને લટકાવી. આયુષ્માન યોજનાથી 75 લાખ લોકોને ફાયદો થયો છે. જો મમતા સરકાર પરવાનગી આપે તો પશ્વિમ બંગાળમાં આયુષ્માન યોજના લાગૂ થઇ જશે.

(3:23 pm IST)