Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

આજે સ્‍વામી વિવેકાનંદજીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ શ્રધ્‍ધાંજલી અર્પી : બેલુર મઠની પ્રશંસા કરી

કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  બે દિવસીય પ્રવાસ પર કોલકાતામાં છે. પીએમ મોદીએ રવિવાર સવારે રામકૃષ્ણ મિશનના હેડક્વાર્ટર બેલૂર મઠમાં ધ્યાન ધર્યું. વડાપ્રધાન મોદી શનિવારે કોલકાતા પહોંચ્યા હતા અને રાત તેઓએ મઠમાં જ પસાર કરી હતી. પીએમ મોદીનું મઠમાં રોકાવાનું મુખ્ય કારણે રવિવારે સ્વામી વિવેકાનંદ  જયંતી કોવાનું કહવાય છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી શનિવાર સાંજે કોલકાતા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું પશ્ચિમ બંગાળ સરકારનો આભારી છું, જેઓએ પ્રોટોકૉલ તોડીને બેલૂર મઠમાં રાત પસાર કરવાની તક આપી. તેઓએ કહ્યું કે મારું અતીત બેલૂર મઠ સાથે જોડાયેલું છે. બેલૂર મઠમાં મને શીખવાડવામાં આવ્યું કે જનસેવા જ પ્રભુ સેવા છે. પીએમ મોદીએ કહ્યું કે, બેલૂર મઠની ધરતી પર આવવું મારા માટે તીર્થયાત્રા કરવા જેવું છે. તેઓએ કહ્યું કે, અગાઉ જ્યારે હું અહીં આવ્યો હતો તો ગુરુજી, સ્વામી આત્મઆસ્થાનંદજીના આર્શીવચન લઈને ગયો હતો. આજે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે વિદ્યમાન નથી. પરંતુ તેમનું કામ, તેમણે દર્શાવેલો માર્ગ, રામકૃષ્ણ મિશનના રૂપમાં હંમેશા આપણને માર્ગ પ્રશસ્ત કરતો રહેશે.

નોંધનીય છે કે, હાવડા જિલ્લાના બેલૂરમાં સ્થિત આ મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદે 1 મે 1897માં કરી હતી. આ મઠને બનાવવાનો ઉદ્દેશ્ય એ સાધુઓ-સંન્યાસીઓને સંગઠિત કરવાનો હતો જે રામકૃષ્ણ પરમહંસની શિક્ષાઓમાં ઊંડી આસ્થા રાખતા હતા. આ સાધુઓ અને સંન્યાસીઓનું કામ હતું કે તેઓ રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોને જનસાધારણ સુધી પહોંચાડે અને ગરીબ, દુ:ખી અને નબળા લોકોની નિ:સ્વાર્થ ભાવથી સેવા કરી શકે. આ મઠમાં સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિઓ સંગ્રહિત છે.

ઉલ્લેખનીય છે કે, બેલૂર મઠના સ્વામીજીની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરતાં લખ્યું કે, હું ઘણી ઉત્સાહિત છું કે આજે અને કાલના દિવસમાં બંગાળમાં પસાર કરીશ. મને રામકૃષ્ણ મિશનમાં સમય વ્યતીત કરીને ખૂબ ખુશી થઈ રહી છે તે પણ ત્યારે જ્યારે આપણા સ્વામી વિવેકાનંદની જયંતી ઉજવી રહ્યા છીએ. બેલૂર મઠન હંમેશાથી જ મારા માટે ઘણું ખાસ રહ્યો છે.

(2:15 pm IST)