Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

નાગરિકતા સંશોધન કાનૂન સીએએ વિરૃદ્ધ કેરળ સરકારએ છપાવી જાહેર ખબરઃ કેરળના રાજયપાલએ કહ્યું જનતાના પૈસાની બરબાદી

            કેરળના રાજયપાલ આરિફ મોહમદખાનએ નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) વિરૃદ્ધ રાજયની માકપા નીતિ એલડીએફ સરકારની જાહેરાતોને પૂરી રીતે અવાંછનીય બતાવી છે. રાજયપાલએ કહ્યું છે કે રાજનીતિક પ્રચાર માટે સરકારી પૈસાથી જાહેરાત કાઢવી ખોટું છે.

            રાજય સરકાર પ્રાયોજીત જાહેર ખબર શુક્રવારના ત્રણ રાષ્ટ્રીય અખબારોમાં મુખ્ય પાના પર પ્રકાશીત થઇ હતી. જાહેરાતોમાં કહેવામાં આવ્યુ છે કે રાજય સરકાર સંવૈધાનિક મૂલ્યોની રક્ષા માટે આગળી વધી પ્રયાસ કરી રહી છે અને રાજય વિધાનસભા દેશની પ્રથમ વિધાનસભા છે જેણે  સીએએ વિરૃદ્ધ સર્વ સંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો છે.

            દિલ્લીમાં આરિફ મોહમદખાનએ ટીવી ચેનલો સાથે વાતચીતમાં કહ્યું કે સંસદ દ્વારા પાસ કાનૂન વિરૃદ્ધ સરકારી પૈસાથી જાહેરાત આપવી હેરાન કરનારી વાત છે. જો જાહેરાત કોઇ રાજનીતિક દળ તરફથી આપવામા આવી હોત તો કોઇ સમસ્યા હતી.

(12:00 am IST)