Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ટ્રમ્પની દિકરી ઈવાન્કાની વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે થઇ શકે છે નિમણુક

અધ્યક્ષ પદની રેસમાં ઇવાંકા સિવાય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ રાજદુત નિક્કી હેલી પણ સામેલ

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ બની શકે છે. ઇવાંકાનું નામ વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં છે. ઇવાંકા હાલ વ્હાઇટ હાઉસની સલાહકાર છે અને તે વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમનું સ્થાન લઈ શકે છે. બીજા વર્લ્ડ વોર પછી 189 દેશોની બેન્ક અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી આજ સુધી તેના બધા પ્રમુખો અમેરિકાના રહ્યા છે.

   રિપોર્ટ પ્રમાણે અધ્યક્ષ પદની રેસમાં ઇવાંકા સિવાય અન્ય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ રાજદુત નિક્કી હેલી પણ સામેલ છે.ગુરુવારે વર્લ્ડ બેન્ક બોર્ડે કહ્યું હતું કે આગામી મહિનાની શરુઆતમાં નવા લીડર માટે નોમિનેશન સ્વિકાર કરવામાં આવશે અને એપ્રિલ સુધી નવા અધ્યક્ષની નિમણુક કરી દેવામાં આવશે.

 વર્તમાન અધ્યક્ષ કિમ પહેલા અમેરિકી નોમિની હતા. જે 2012માં વર્લ્ડ બેન્ક પ્રેસિડેન્સ માટે ચૂંટણી લડ્યા હતા. બેન્કના બોર્ડે કહ્યું છે કે સિલેક્શન પ્રોસેસ ઓપન મેરિટ બેસ્ડ અને ટ્રાન્સપેરેન્ટ હશે. વાતનું ધ્યાન રાખવામાં આવશે કે નોન-અમેરિકન ઉમેદવારને સાઇડ-લાઇન કરવામાં આવે.

(10:06 pm IST)
  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST