Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

યુપીમાં કોંગ્રેસને ગઢબંધનથી બહાર રખાઈ: ભાજપના વોટબેંકમાં પડશે ભાગલા !?

બસપા-સપાની બી ટીમ તરીકે કોંગ્રેસ કમાલ પણ સર્જી શકે :ભાજપને નુકશાનનો આંકડો મોટો થઇ શકે :2009ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી 21 સીટોને ધ્યાનમાં રાખી રણનીતિ ઘડાશે

 

નવી દિલ્હી ;યુપીમાં લોકસભા ચૂંટણી માટે બસપા અને સપા વચ્ચે બેઠકોની સમજૂતી થઇ ચુકી ચેહ અને ગઠબંધનમાંથી કોંગ્રેસને બાકાત રખાઈ છે બસપાના સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે કોંગ્રેસના વોટ અમને મળતા નથી ઘણું સૂચક છે બીજીતરફ ગઠબંધનથી કોંગ્રસને બાકાત રખાતા ભાજપે બહુ હરખાવવા જેવું નહિ હોય તેવું રાજકીય પંડિતો માને છે

   કોંગ્રેસને ગઠબંધનથી બહાર રાખ્યું છે પરંતુ રાયબરેલી અને અમેઠીની બેઠક કોંગ્રેસ માટે છોડી છે ઉપરાંત બે બેઠક સિવાય પણ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે ત્યારે એમ મનાય છે કે કોંગ્રેસ ભાજપના મતબેંકમાં ગાબડું પાડશે

   છેલ્લા કેટલીક ચૂંટણીમાં રાહુલ ગાંધીનું હિન્દુત્વ અને હવે તેની આક્રમકઃ શૈલી સહિતના મુદા કોંગ્રેસની તરફેણમાં હોવા ઉપરાંત ભાજપથી નારાજ સસવર્ણો  -વેપારીઓના મત પણ કોંગ્રેસને મળે તેવી અંદરખાને ગોઠવણ થઇ રહી છે

  અગાઉ સર્વેમાં સપા-બસપાના ગઠબંધનથી યુપીમાં એનડીએને 50 બેઠકોનું નુકશાન થવાની ભીતિ દર્શાવાઈ હતી પરંતુ હવે જો તેમાં કોંગ્રેસ કેટલાક અંશે ભાગ પડાવે તો આંકડો ભાજપને નુકશાનનો આંકડો મોટો થઇ શકે છે

   કોંગ્રેસના એક નેતાએ માહિતી આપતા કહ્યું છે કે ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં અમે ઉત્તરપ્રદેશમાં ૨૧ સીટો જીતી ગયા હતા. આને ધ્યાનમાં લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે ક્હ્યું હતું કે એવા ઉમેદવાર પણ છે જે જીતવાની તકો ધરાવે છે. કેટલાક એવા ઉમેદવાર છે જે ૨૦૧૪માં ઓછા અંતરથી હારી ગયા હતા. ૨૦૧૪માં ભાજપને છોડીને અન્ય પાર્ટીઓએ પણ ઘણી બધી સીટો ગુમાવી હતી. અમારૃ ધ્યાન ૨૫ સીટો ઉપર રહેલું છે. આના માટે પુરતી તાકાત લગાવી દેવામાં આવશે. ૨૦૦૯માં કોંગ્રેસે ૨૧ સીટો જીતી હતી. જે છેલ્લા ૨૦ વર્ષમાં તેનો સૌથી સારો દેખાવ હતો. ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં માત્ર સીટો જીતી હતી.

(10:02 pm IST)