Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

૧ર વર્ષની બાળકીને આઇસ્ક્રીમ તથા રમકડા મફત આપી સેકસ માણવાનો પ્રયાસઃ સિંગાપેાર સ્થિત ભારતીય મૂળના ૩૧ વર્ષીય ઉધયકુમાર ધક્ષિણામુર્થીને ૧૩ વર્ષની જેલ સજા

         સિંગાપોર :   સિંગાપોરમાં ૧ર વર્ષીય બાળકીને આઇસ્ક્રીમ, રમકડા સહિત વસ્તુઓ મફત આપી લલચાવી તેની સાથે સતત ૩ મહિના સુધી સેકસ માણવાનો પ્રયત્ન કરવા બદલ ભારતીય મૂળના ૩૧ વર્ષીય ધક્ષિણામૂર્થીને કોર્ટએ ૧૩ વર્ષની જેલસજા તથા ૧ર કોરડા ફટકારવાની શિક્ષા ફરમાવેલ છે.

         મીનીમાર્ટમાં નોકરી કરતા આ ઉધયકુમારએ સપ્ટે. થી ડિસે. ર૦૧૬ દરમિયાન આ બાળકીને મફત વસ્તુઓ આપી બદલામાં તેના નગ્ન ફોટાઓ મેળવી અને જુદી જુદી જગ્યાએ લઇ સેકસનો આનંદ માણવાનો પ્રયત્ન કર્યા હતો.

         આ બાબતની ખબર ઉધયકુમારની એક પુખ્ત વયની પ્રેગ્નન્ટ મહિલા ફ્રેન્ડને ખબર પડી જતા તેણે પોલીસ ફરીયાદ કરી હતી. જે કારણે ઉપરોકત સજા ફરમાવાઇ હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:41 pm IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST