Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

યુ.એસ.માં કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશ કાલરા લેબર એન્‍ડ એમ્‍પલોયમેન્‍ટ કમિટીના ચેર બન્‍યાઃ ગઇકાલ ૧૧ જાન્‍યુ.ના રોજ સ્‍પીકરએ કરેલી ઘોષણા મુજબ તેઓ ૨૦૧૯-૨૦ની સાલ માટે ઉપરોક્‍ત પદ સંભાળશે

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશઆ કાલરાની નિમણુંક એસેમ્‍બલીની લેબર એન્‍ડ એમ્‍પલોયમેન્‍ટ કમિટીના ચેર તરીકે થઇ છે.

સતત બીજી ટર્મમાં એસેમ્‍બલીમેન તરીકે ચૂંટાઇ આવેલા શ્રી કાલરાને ઉપરોક્‍ત હોદા ઉપર ૨૦૧૯-૨૦ની સાલ માટે સ્‍પીકરે નિમણુંક આપ્‍યાની ઘોષણાં કરી હતી.

આ બદલ શ્રી કાલરાએ હર્ષની લાગણી વ્‍યકત કરી હતી.

(9:38 pm IST)