Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમેરિકામાં ચાલતુ શટડાઉન ૨૨માં દિવસમાં પ્રવેશ્‍યુઃ પૂર્વ પ્રેસિડન્‍ટ કિલન્‍ટનના સમયનો ૨૧ દિવસનો વિક્રમ તૂટયોઃ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંદવા મુદે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વચ્‍ચેની મડાગાંઠ હજુ સુધી અણઉકેલઃ ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબૂર

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં અત્‍યાર સુધીના સૌથી લાંબા શટડાઉનનો વિક્રમ સર્જાયો છે.જે મુજબ હાલના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના શાસનમાં આજરોજ શટડાઉનનો રરમો દિવસ છે. આ અગાઉ કિલન્‍ટન પ્રેસિડન્‍ટ હતા ત્‍યારે ૨૧ દિવસ શટડાઉન રહેલ જયારે આ વખતનું શટડાઉન રરમા દિવસ પછી પણ હજુ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન શટડાઉન અમેરિકા તથા મેકિસકોની બોર્ડર ઉપર દિવાલ બાંધવા મુદે છે જેથી ગેરકાયદે વસાહતીઓ મેકિસકોના રસ્‍તેથી પ્રવેશ ન કરી શકે. આ દિવાલ બાંધવા માટેના જંગી ખર્ચની રકમ મંજુર કરવા ડેમોક્રેટ પાર્ટીના સાંસદો સંમત ન હોવાથી મામલો જીદે ચડી ગયો છે. જેનો ઉકેલ હાલની તકે દેખાતો પણ નથી.

આ શટડાઉનના કારણે ૮ લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર મેળવ્‍યા વિના કામ કરવા મજબુર બની રહ્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST