Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સ્પષ્ટ વક્તા તરીકે સુવિખ્યાત ભાજપ સાંસદ સુબ્રમણિયમ સ્વામીની ટકોર : ઇન્દિરા ગાંધીની ઇમર્જન્સીમાંથી કેન્દ્ર સરકારે બોધપાઠ લેવાની જરૂર હતી : આલોકનાથ વર્માને હટાવવાનો નિર્ણય ખોટો હોવાનું જણાવ્યું

ન્યુદિલ્હી : સ્પષ્ટ વક્તા તરીકે સુવિખ્યાત ભાજપ સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ આજરોજ ટકોર કરતા જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીની ઇમર્જન્સીમાંથી કેન્દ્ર સરકારે બોધપાઠ લેવાની જરૂર હતી.તેમણે  આલોકનાથ વર્માને હટાવવાનો નિર્ણય ખોટો હોવાનું જણાવ્યું હતું

તેમણે  પૂર્વ જસ્ટિસ પટનાયકના નિવેદનનો હવાલો આપીને કહ્યુ હતુ કે હું પટનાયકના નિવેદન સાથે 100 ટકા સંમત છું. જસ્ટિસ પટનાયકે શુક્રવારે કહ્યુ હતુ કે આલોક વર્મા સામે ભ્રષ્ટાચારનો કોઈ પૂરાવો નહતો.સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કહે તે અંતિમ શબ્દ નથી હોતો.સમગ્ર તપાસ સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની ફરિયાદ પર થઈ છે.મેં મારા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહ્યુ છે કે સીવીસીના અહેવાલનુ કોઈ પણ તારણ મારુ નથી.

ઉલ્લેખનીય છે કેપટનાયક સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે અને એપેક્સ કોર્ટે તેમને સીવીસી પર નજર રાખવા માટે કહ્યુ હતુ.

(8:30 pm IST)