Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા સામે કેસને પરત લેવા માટે તૈયારી

વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી : અનુપ્રિયા હાલમાં મિરજાપુર જિલ્લામાંથી સાંસદ : રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૧૨ : કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અનુપ્રિયા પટેલ પર વારાણસીમાં દાખલ કરવામાં આવેલા કેસને પરત લેવા માટે પ્રદેશ સરકારે વારાણસીમાં જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટની માંગ કરી છે. અનુપ્રિયા પટેલ સહિત ૧૭ લોકોની સામે જિલ્લાના જનસા પોલીસ સ્ટેશનમાં કેટલીક જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અનુપ્રિયા હાલમાં મિરજાપુર જિલ્લામાંથી સાંસદ તરીકે છે અને કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી તરીકે છે. અનુપ્રિયા અને તેમના સમર્થકો પર દાખલ કરવામાં આવેલો આ કેસ ૨૦૧૩નો છે. અનુપ્રિયા પટેેલ

પોતાના સમર્થકોન સાથે ત્રીજી ડિસેમ્બર ૨૦૧૩ના દિવસે ખેવલી ગામમાં ચકમાર્ગના મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. આ ગાળા દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આને લઈને ૧૭ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ ગઠબંધનમાં સામેલ રહેલા અપનાદલની લીડર અનુપ્રિયા પટેલે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ તરત જ રાજકીય કેસને પરત લેવા માટે હિલચાલ શરૃ કરી હતી. હવે વહીવટીતંત્રએ આના માટે વારાણસીના જિલ્લા વહીવટીતંત્રને પત્ર મોકલીને રિપોર્ટની માંગ કરી છે. એસએસપીના રિપોર્ટ અને જુદા જુદા સંબંધિત વિભાગોના અભિપ્રાય મળી ગયા બાદ કેસ પરત લેવાના સંદર્ભમાં કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે. અનુપ્રિયા પટેલ અને ભાજપ વચ્ચેના સંબંધો હાલમાં સારા ચાલી રહ્યા નથી. આવી સ્થિતિમાં યોગી સરકાર આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધે છે તે બાબત ખૂબ મહત્વપૂર્ણ રહેશે. યોગી સરકાર અનુપ્રિયા પટેલના સંદર્ભમાં હળવુ વલણ અપનાવવા માટે ઈચ્છુક છે.

(7:35 pm IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST